વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોના ૭૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે બંને દેશોના લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક લેખમાં મોદીએ આ મહત્વપૂર્ણ તબક્કાને ઐતિહાસિક તરીકે ગણાવીને કહ્યું છે કે તેઓ ભારત અને રશિયાના સંબંધોમાં ૭૦ વર્ષના પ્રસંગે બંને દેશોના લોકોને શુભેચ્છા પાઠવે છે. મોદીનું કહેવું છે કે બંને દેશો વચ્ચેના સંબંધ ૧૯૪૭થી સક્રિય રહ્યા છે. પરીક્ષાના સમયમાં પણ બંને દેશો એકબીજાની સાથે રહ્યા છે. તાકાતની સાથે વિકસિત થયા છે. અમારા સંબંધોમાં વિશ્વાસ અને પારસ્પરિક લાભના સિદ્ધાંતો જોડાયેલા છે. અમે પોતાના રાષ્ટ્રીય વિકાસના આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં બદલાયેલી વાસ્તવિકતાઓની જુદી જુદી સ્થિતિમાં ભાગીદારીના સંદર્ભમાં તાલમેલ બેસાડ્યા છે. સારા અને ખરાબ સમયમાં ભારત અને રશિયા એકબીજાની સાથે રહ્યા છે. આજે એક રશિયન અખબારના પ્રકાશિત લેખમાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધોના ઈતિહાસ પર વાત કરતા મોદીએ કહ્યું છે કે સરકારો ઉપરાંત પણ બંને દેશોના ખૂબ સારા સંબંધો રહ્યા છે. મોદીનું કહેવું છે કે ૧૫મી સદીમાં નિકીતીન રશિયાને ભારત સાથે જોડવા માટે પહોંચ્યા હતા. ૧૮મી સદીના મધ્યમાં ભારતના વેપારીઓ ભારત અને રશિયા વચ્ચે યાત્રાઓ કરતા રહ્યા હતા. એસ્ત્રકોનમાં સમજૂતિઓ પણ થઈ હતી. બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક રહ્યા છે. સોવિયત સંઘના ગાળામાં ભારતને પોતાના ઔદ્યોગિક આધાર તરીકે ગણીને મદદ કરવામાં રશિયાએ ભૂમિકા ભજવી હતી. બોકારો અને ભેલાઈમાં કારખાના, ભાગરાનાંગલમાં હાઈડ્રોઈલેકટ્રીક બંધમાં પણ ભૂમિકા રહેલી છે.
ભારતીય અંતરિક્ષ યાત્રી વીંગ કમાન્ડર રાકેશ શર્માના પિતા દરેક ભારતીયના મનમાં છે. બંને દેશો શક્તિશાળી તરીકે ઉભર્યા છે. બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી પણ એકસમાન રહી છે. ૨૦૦૦માં બંને દેશોએ એક નવી સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે બંને દેશોને ઉપલબ્ધીઓને લઈને સંતુષ્ટ થવાની જરૂરી નથી. નવી યોજનાઓ માટે પ્રાયાસો થવા જોઈએ. ઉર્જા ક્ષેત્ર, દુરસંચાર, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકાર થઈ શકે છે. રેલવે, આઈટી, ડાયમંડ ટ્રેડ અને ઈન્ફ્રાસ્ટરકચરમાં નવા સંબંધો વિકસિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.