Aapnu Gujarat
રાષ્ટ્રીય

હું કેજરીવાલનાં ગુંડાઓથી ડરવાનો નથી : કપિલ મિશ્રા

દિલ્હી વિધાનસભામાં એએપીના ધારાસભ્ય દ્વારા પાર્ટીમાંથી દુર કરવામાં આવેલા નેતા કપિલ મિશ્રા સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારબાદ પોતાની પ્રતિક્રિયામાં કપિલ મિશ્રાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. મારામારી બાદ ગૃહની બહાર નિકળેલા અને ભારે ક્રોધિત થયેલા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન કેટલા પણ ગુંડાઓ મોકલી દેશે તો પણ તેઓ પીછેહટ કરનારાઓમાં નથી. બુધવારના દિવસે દિલ્હી વિધાનસભામાં કપિલ મિશ્રાની સાથે એએપીના કેટલાક ધારાસભ્યોએ મારામારી કરી હતી અને તેમને ગૃહની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનના ચહેરા ખુલ્લા પડી ગયા છે. તેમના હવાલા કનેકશનમાં તમામ પુરાવા તેમની પાસે છે. કેજરીવાલના સંબંધી પણ તપાસના ઘેરામાં છે. જૈનના ૩૦૦ કરોડ રૂપિયાના મેડિસીન કૌભાંડનો પણ પર્દાફાશ થઈ ચુક્યો છે. આ તમામને તેઓ ખુલ્લા પાડશે. વિધાનસભામાં તેમની સાથે શું થયું તે અંગે વાત કરતા કપિલે કહ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને બોલવાની તક આપવામાં આવશે. જ્યારે બોલવાની તક નહીં મળી ત્યારે આને લઈને રજુઆત કરી હતી. રામલીલા મેદાનમાં ખાસ સત્ર કેજરીવાલ અને જૈનના કૌભાંડ ઉપર બોલાવવામાં આવે. તમામ પ્રજાની સાથે વાસ્તવિકતા પણ જાણી શકાશે એમ કહીન જ્યારે પોતાની સીટ પર આગળ વધ્યા ત્યારે ચારથી પાંચ ધારાસભ્ય આગળ આવી ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. જેમાં મદનલાલ અને જનરેલસિંહ પણ હતા. કપિલે કહ્યું હતું કે તેઓ પોતાની વાત કરી રહ્યા હતા ત્યારે જ ધારાસભ્યોએ તેમના પર હુમલો કર્યો હતો.

Related posts

લાલુએ બિહારના ડે.સીએમ સુશીલ મોદીની મજાક ઉડાવીને તેમને ડરપોક કહ્યા

aapnugujarat

વાયનાડમાં મતદાનનો બહિષ્કાર કરવાની હાકલ કરતા પોસ્ટરો માઓવાદીઓએ મૂક્યા

aapnugujarat

भारत का अमेरिका के साथ व्यापार विवाद नहीं : गोयल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1