યુરોપિયન દેશ સ્પેનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક યાત્રાના ભાગરૂપે આજે ભારત અને સ્પેને સાત સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. સાઈબર સુરક્ષા, ટેકનિકલ સહકાર સહિત સાત સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યુરોપિયન દેશ સ્પેનની મોદીની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદીએ અગાઉ સ્પેનિશ પ્રમુખ મારીયાનો રજોય સાથે સ્પેનિશ પાટનગરમાં મોનક્લોવામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજી હતી. ત્યારબાદ સાત સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશોએ સજા પામેલા કેદીઓના ટ્રાન્સફરના મુદ્દે પણ મહત્વની સમજૂતિ કરી હતી. આ ઉપરાંત રાજદ્વારી પાસપોર્ટ ધારકો માટે વિઝા માફીની સમજૂતિ પણ થઈ હતી. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, સાઈબર સિક્યુરિટી, રિન્યુએબલ એનર્જી, નાગરિક ઉડ્ડયનના સહકારમાં બંને દેશોએ પાંચ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય વિદેશ સર્વિસ સંસ્થા અને ડિપ્લોમેટીક એકેડમી ઓફ સ્પેન વચ્ચે પણ એક સમજૂતિ થઈ છે. મોદી ૧૯૮૮ બાદ સ્પનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. તેઓએ સ્પેનિશ પ્રમુખની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રજોયના નેતૃત્વ હેઠળ સ્પેને મોટાપાયે આર્થિક સુધારા હાથ ધર્યા છે. આર્થિક સુધારા ભારત સરકારની પ્રાથમિકતાની યાદીમાં છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની પોતાની છ દિવસની યાત્રાના બીજા તબક્કામાં આજે સ્પેનના પાટનગર સ્પેન પહોંચી ગયા હતા. તેમની આ યાત્રાનો ઉદ્દેશ્ય દ્ધિપક્ષીય સંબંધોને વધારે મજબુત કરવા અને સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવામાં આવશે.મોદી માને છે કે ભારતને બદલી નાંખવા માટે વિદેશમાથી મોટા પાયે વિદેશી રોકાણની જરૂર દેખાઇ રહી છે. મોદીએ સ્પેન પહોંચી ગયા બાદ ટિ્વટર પર અંગ્રેજી અને સ્પેનિશમાં લખવામાં આવ્યુ હતુ કે તેઓ સ્પેન પહોંચી ગયા છે. મોદી મેડ્રિડ પહોંચી ગયા હતા. આશરે ત્રણ દશકમાં કોઇ ભારતીય વડાપ્રધાનની આઈ પ્રથમ યાત્રા છે. એક ખાસ ભાવ દર્શાવીને સ્પેનિશ વિદેશ પ્રધાને તેમનુ સ્વાગત કર્યુ હતુ. મોદી દ્ધિપક્ષીય સંબંધોને મજબુત કરવા માટે પોતાના સ્પેનિશ સમકક્ષ મારિયાનો રજોઇની સાથે વાતચીત કરી હતી. જેમાં ટેકનોલોજીનો મુદ્દા છવાઈ ગયા હતા. મોદી સ્પેનના મહારાજા ફિલિપને પણ મળ્યા હતા. સ્પેનના ટોપના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરવા માટે પણ મોદી ઇચ્છુક છે. મોદીએ જર્મની યાત્રાના પ્રથમ દિવસે ચાન્સલર માર્કેલ સાથે રાત્રી ભોજનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ જુદા જુદા કાયક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. માર્કેલ સાથે મોદીની દ્વિપક્ષીય મુદ્દાઓ, બ્રેગ્જિટના પરિણામ, વ્યાપાર, યુરોપમાં હાલમાં થયેલા ત્રાસવાદી હુમલાને લઇને યુદ્ધ વિષય ઉપર વાતચીત થઇ હતી. વાતચીત દરમિયાન ચીનની વન બેલ્ટ, વન રોડ પહેલ અને જળવાયુ પરિવર્તનના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાઇબર સુરક્ષા અને આતંકવાદના મુદ્દા ઉપર પણ વાતચીત થઇ હતી. સ્કીલ ડેલવપમેન્ટનો મુદ્દો પણ છવાયો હતો. બંને દેશો વચ્ચે સંબંધોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બંનેએ સંયુક્તરીતે પત્રકાર પરિષદ પણ યોજી હતી. વાતચીત બાદ બંને પક્ષોએ સાઇબર પોલિસી, વિકાસની પહેલ સહિત અનેક મુદ્દા પર સંયુક્ત ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.પ્રથમ તબક્કામાં મોદી જર્મની પહોંચ્યા હતા. યાત્રાના બીજા તબક્કામાં તેઓ આજે સ્પેન પહોંચી ગયા હતા. જર્મનીમાં પણ મોદીએ અનેક સમજૂતી કરી હતી. મોદી હવે સ્પેન બાદ રશિયા જશે. છેલ્લે ફ્રાંસ જશે.