Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાને પાકિસ્તાનની એરસ્પેસ વાપરવા ની ના પાડી : ઈમરાન ખાન

પાકિસ્તાનના વિપક્ષી દળોએ પણ એવા અહેવાલો પર સરકાર પાસેથી સ્પષ્ટતાની માંગ કરી હતી કે પાકિસ્તાને અમેરિકા સૈન્યને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ કારણે વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાન પર હુમલા કરી રહી હતી. પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન-અફઘાનિસ્તાનની અંદર કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે કોઈપણ સૈન્ય મથક અને તેની ભૂમિનો ઉપયોગ કરવા દેશે નહીં. ઈમરાન ખાને જૂનમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘બિલકુલ નહીં.પાકિસ્તાની વિસ્તારમાંથી અફઘાનિસ્તાનમાં કોઈપણ લશ્કરી મથક, કોઈ પણ પ્રકારની કાર્યવાહીની મંજૂરી આપવાનો કોઈ રસ્તો નથી. એવું બિલકુલ નહીં થાય.’ તાલિબાને ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. ૩૧ ઓગસ્ટે દેશમાંથી અમેરિકન સૈનિકોની હકાલપટ્ટીના બે અઠવાડિયા પહેલા તાલિબાને આ કર્યું હતું. જાેકે, ત્યારથી અમેરિકા અફઘાનિસ્તાન પર નજર રાખવા માંગે છે. આ કારણે તેને પાકિસ્તાની એરસ્પેસ જાેઈએ છે.પાકિસ્તાને શનિવારે અમેરિકા સાથે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં ગુપ્તચર કામગીરી માટે તેના હવાઈ ક્ષેત્રના ઉપયોગ અંગેના કરારના અહેવાલોને ફગાવી દીધા છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે (ઁટ્ઠૌજંટ્ઠહ ર્હ્લિીૈખ્તહ ર્ંકકૈષ્ઠી) અફઘાનિસ્તાન સામે લશ્કરી અને ગુપ્તચર કામગીરી કરવા માટે બંને દેશો વચ્ચે કરારની ઔપચારિકતા લગતા અહેવાલો સંબંધિત મીડિયા પ્રશ્નોના જવાબમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. વિદેશ કાર્યાલયે કહ્યું, “આવો કોઈ કરાર થયો નથી.” જાેકે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન-અમેરિકા સંબંધોમાં પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ સામે લાંબા સમયથી સહયોગ ચાલુ છે અને બંને પક્ષો નિયમિતપણે જાેડાતા રહે છે.” એક મીડિયાએ યુએસ સંસદના સભ્યો સાથેની બ્રીફિંગની વિગતોથી પરિચિત ત્રણ સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે અમેરિકા અફઘાનિસ્તાનમાં ઓપરેશન ચલાવવા માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરી રહ્યું છે.

Related posts

પાકિસ્તાને યુએનમાં ફરી આલાપ્યો રાગ કાશ્મીર, ભારત પર લગાવ્યા આરોપ

aapnugujarat

જાન્યુઆરીમાં કોરોના પિક પર હશે : દરરોજ ૨૫ હજાર મોતની આશંકા

aapnugujarat

रूसी सैनिक ने साथी सैनिकों पर की फायरिंग, 8 की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1