Aapnu Gujarat
ગુજરાત

ઉચ્છલ ખાતે “માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ”-ભવનનું ઇ-લોકાર્પણ

સુરેશ ત્રિવેદી, વ્યારા-તાપી

તાપીના છેવાડાના વિસ્તારમાં આવેલ ઉચ્છલ તાલુકા મથકે રૂપિયા ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ-ભવનનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કોલેજનું વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, સમાજમા રોટી, કપડા અને મકાનની સાથે સૌથી વધારે જરૂર શિક્ષણની છે. શિક્ષણ એ સમાજના વિકાસ અને સમૃધ્ધિનો પાયો છે. વડાપ્રધાનશ્રીના જ્ઞાનશક્તિના દ્રઢ નિશ્ચયથી રાજ્યમાં શિક્ષણનો મજ્બુત પાયો પ્રસ્થાપિત થયો છે. જેના વડે ગુજરાત આજે સમગ્ર દેશમાં રોલ મોડેલ બની ગયું છે. વનબંધુ, સાગર ખેડુ, ગ્રામિણ કે શહેરી વિસ્તારનો યુવાન હોય સૌને નવા ભારતના નિર્માણમાં યોગદાન આપવા તેઓને શિક્ષિત કરી આગળ વધારવાની ગુજરાત સરકારની નેમ છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, સ્કોપ, ૨૮૪૧ શિક્ષણ સંસ્થા, કોલેજ, ૫૧ યુનિવર્સીટીની સ્થાપના કરી શિક્ષણના માધ્યમથી ગુજરતના યુવાનને ગ્લોબલ બનાવ્યા છે.
તેમણે યુવાશક્તિના સામર્થ્યમાં વધારો કરવા મુખ્યમંત્રી એપ્રેંટીસ યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, પીએચડી માટે સહાય, પાયલોટ બનવાની તાલીમ, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે વિવિધ સહાય અને યોજનાઓ વિકાસાવી છે. એમ જણાવી યુવાનોમા ઉચ્ચ શિક્ષણનો આંક વધે તે માટે સમગ્ર રાજ્યમાં સરકારી કોલેજો તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવી રહી છે. જે અંન્વયે આજે તાપીના છેવાડાના વિસ્તારમાં આવેલ ઉચ્છલ તાલુકા મથકે રૂપિયા ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજના ભવનની ભેટ મળી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં વર્તમાન સરકારે સૌથી વધુ ધ્યાન વનબંધુઓના શિક્ષણ અને રોજગાર માટે આપ્યુ છે. તેઓના કલ્યાણ માટે વર્લ્ડ કલાસ એજ્યુકેશન ઘર આંગણે મેળવી શકે તે માટે નમો ટેબલેટ, કોલેજ કેમ્પસમા ફ્રી વાયફાય જેવી સુવિધાઓ દ્વારા ગુજરાતના યુવાનોને “નોલેજ ઇઝ પાવર” ની જગ્યા એ “એમ્પાવરીંગ વીથ નોલેજ” કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. વર્તમાન સરકારની પ્રાથમિકતા શિક્ષણ છે તેથી જ રાજ્યના બજેટમાં સૌથી મોટું બજેટ ૩૧ લાખ કરોડ શિક્ષણ વિભાગને મળ્યુ છે એમપણ ઉમેર્યું હતું. અંતે મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણનીતી દેશમાં આમુલ પરિવર્તન લાવશે એમ વિશ્વાસ અપાવી સૌ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સંસ્કૃતિની ધરોહરને જોડી “એમ્પાવર થ્રુ એજ્યુકેશન” દ્વારા દેશને વિકાસની યાત્રામાં આગળ ધપાવવા સંકલ્પબધ્ધ થવા સૌને આહવાન કર્યું હતું.

           શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીશ્રી જીતુભાઇ વાધાણી જણાવ્યું હતું કે, અંતરિયાળ વન વિસ્તારમા રહેતો સ્વમાની સમાજ જેનો આ દેશની આઝાદીમાં ખુબ મોટો હિસ્સો છે તે સમાજ માટેના આ કાર્યક્રમમાં જોડાવુ અમારા માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના રૂપમાં દેશના આદિવાસી સમાજની ચિંતા કરનારા નેતા આપણા દેશને મળ્યા છે. જે શિક્ષણ જગત માટે યાદગાર બાબત છે. અંતરિયાળ વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત કોલેજ એ ગુજરાતની વિકાસ યાત્રાના પૈંડા સમાન છે. વધુમાં તેમણે આદિવાસી વિસ્તારમા સો ટકા વેક્શિનેશનએ ગર્વની બાબત છે એમ જણાવી ઉમેર્યું કે, દેશમાં ૧૦૦ કરોડ કોરોના પ્રતિરોધક રસીનું વિતરણ એ ઐતિહાસિક દિવસ છે. જેમાં આપ સૌ પણ સહભાગી થયા છે. ગુજરાત પ્રતિ મીલીયન રસીકરણ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તાપી જિલ્લો પણ આ બાબતે સો ટકા વેક્સિનેશન કર્યું છે તેની સરાહના કરી જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ૫૬ જેટલી સેવાઓ સાથે સાતમી શૃંખલાના સેવાસેતુ કાર્યક્રમ દ્વારા રાજ્યના નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ સહિત મહત્વના દસ્તાવેજો ઘર આંગણે પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમના નવતર અભિગમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે હાથ ધર્યો છે. 
ગરીબ અને વંચિત દિકરા-દિકરીઓના આરોગ્ય, શિક્ષણથી લઇ તમામ બાબતોની ચિંતા વર્તમાન સરકાર કરે છે. એમ જણાવી ઉચ્છલની વિનયન કોલેજ સંકુલ વૃક્ષોથી ભરપુરવન બને અને અહીના વિદ્યાર્થીઓ સશક્ત ઇચ્છાશક્તિવાળા નેતત્વૃત ધરાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં ઇશ્વર સ્વરૂપ વિદ્યાર્થીઓ આજે સૌ ટકા પરિણામ માટે સંકલ્પબધ્ધ થાય અને સૌ સાથે મળી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ તે માટે સૌને આહવાન કર્યું હતું. 
શિક્ષણ મંત્રીશ્રી વાધાણીએ આ વિસ્તારની ધાર્મિક ભાવના સાથે જોડાયેલ “માં દેવમોગરા માતા”ના નામને કોલેજની સાથે જોડી આ કોલેજનું નામ “માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ” રાખવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરતા, મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ આ વિસ્તારના લોકોની ધાર્મિક લાગણીને સ્વીકારી કોલેજનું નામ “માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ” રાખવાની મંજુરી આપી હતી. મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજુરી આપતા જ ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. 

        ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે, શિક્ષણ દ્વારા તમામ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણની ધરાને સશક્ત કરવા માટે કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર આપ્યો હતો. છેવાડાના આદીવાસી ભાઇ-બહેનો શિક્ષણથી બકાત ના રહી જાય અને વિદ્યાર્થીઓને હાયર એજયુકેશન ઘર આંગણે મળી રહે, તે માટે સાયન્સ કોલેજો, એકલવ્ય મોડેલ સ્કુલ, આશ્રમ શાળાઓ, કસ્તુરબા ગાંધી વિધ્યાલય જેવી કુલ-૮૩૩ શાળાઓ આદીવાસી સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે શરૂઆત કરી હતી. તેમ જણાવી ઉમેર્યું કે, આપણે સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે સરકાર આપણા આંગણે આવી છે. શિક્ષણમાં જાગૃતતા વધી છે. વર્તમાન સરકાર માનવતાની રાજનીતિ સાથે કામ કરી રહી છે એમ જણાવી વધુમાં ઉમેર્યું કે, ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાના ૧.૩૫ લાખથી વધુ આદીવાસી વિદ્યાર્થીઓની જવાબદારી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વર્તમાન સંવેદનશીલ સરકારે ઉપાડી છે ત્યારે વિકાસના ફળ છેવાડાના માનવીને મળે તે માટે શિક્ષણ, સિંચાઇ, વિજળી, પાણી, આરોગ્ય તમામ જોગવાઇઓ બજેટમાં કરવામાં આવી છે. આજે આદિવાસી સમાજનો બાળક મેડીકલમાં એડમીશન લે છે ત્યારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી તેવી સુદ્રઢ વ્યવસ્થા પણ વર્તમાન સરકારે કરી છે. જેનો લાભ દરેક આદિવાસી વિદ્યાર્થીએ લઇ પોતાની જ્ઞાન શક્તિમાં વધારો કરવો જોઇએ તેમ જણાવી શિક્ષણ વિભાગની યોજનાઓની જાણકારી આપી હતી. 

       કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને તાપીના પ્રભારી શ્રીમુકેશભાઇ પટેલે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ઉચ્છલ માટે આજે સોનેરી દિવસ ઉગ્યો છે. કોલેજમાં વિદ્યાર્થીઓનું ભાવી ઘડાવાનું છે. છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં વર્તમાન સરકાર આદિવાસી સમાજના બાળકોનું ભાવી બનાવવા માંગે છે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે, આપણા દેશેના યુવાનો આપણું ભવિષ્ય છે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ આવે અને દેશને ઉજાગર કરે તે જરૂરી છે. 

       કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૩થી આ કોલેજ સાર્વજનિક હાઈસ્કૂલ, ઉચ્છલના મકાનમાં ચાલતી હતી. આજે  આ અંતરિયાળ ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં શહેરની કોલેજનું હોય તેવું વિશાળ કેમ્પસ, ૧૪ વર્ગખંડો, લાયબ્રેરી, ફેકલ્ટી રૂમ, સ્પોર્ટ્સ રૂમ, કોમ્પ્યુટર રૂમ, લેડિઝ રૂમ, NSS તથા NCC રૂમ, ગ્રાઉડ ફ્લોર સાથે બીજા બે માળનું આ ભૂકંપપ્રૂફ નવનિર્મિત ભવનમાં વિદ્યાર્થીઓને પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા માટે RO સિસ્ટમ સાથે વોટર કુલરની સુવિધા સહિતનું ભવ્ય મકાન સંપૂર્ણ આધુનિક સુવિધાથી સુસજ્જિત રૂપિયા ૬.૮ર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રથમ વર્ષમાં ૪૦૩ વિદ્યાર્થીઓએ અને ત્રણેય વર્ષના થઇને કુલ ૯૦૨ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. ઉચ્છલ સહિત જિલ્લાના છેવાડે આવેલા ગામોના વિદ્યાર્થીઓ હવે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. તાપીના વિદ્યાર્થીઓ માટે વિશેષ કુલ-૬ કોલેજો જિલ્લામાં કાર્યરત છે. 

આ પ્રસંગે મંત્રીશ્રીઓ/મહાનુભવોના હસ્તે પ્લેસમેન્ટ થયેલ વિદ્યાર્થીઓને નિમણુક ઓર્ડર, રમત-ગમત ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનારને મેડલ-પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યંિ હતું. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ આભારદર્શન કર્યુ હતું.

       આ પ્રસંગે ઉચ્છલ સ્થિત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, નિઝર પ્રાંત મેહુલ દેસાઇ, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર કિશોર સિંહ ચાવડા, માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇ. મનીષ પટેલ, માજી મંત્રી કાંન્તીભાઇ ગામીત, ધારાસભ્ય સુનીલભાઇ ગામીત, સંગઠન પ્રમુખ ડૉ.જયરામભાઈ ગામીત, તાલુકા પંચાયત પ્રમુખ યાકુબભાઇ ગામીત, ઉચ્છલ કોલેજ આચાર્યા કલ્યાણીબેન ભટ્ટ સહિત અમલીકરણ અધિકારી/કર્મચારીઓ, સરપંચો, અને કોલેજના વિદ્યાર્થીઓ-વાલીઓ સામાજીક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

હિંમતનગરમાં CAA અને NRCના સમર્થનમાં રેલી યોજાઇ

aapnugujarat

अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा १५ सीएनजी रिक्शा किराये से लेने के लिए टेन्डर जारी

aapnugujarat

नारणपुरा में एक ही रात में दो मकान के ताले टूटे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1