Aapnu Gujarat
ગુજરાત

લાલિયાદ ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ

રાજ્યના નાગરિકો, લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા આજથી સાતમા તબક્કાનો રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લાલિયાદ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેવાસેતુમાં સરકારના વિવિધ વિભાગોની ૫૬ જેટલી સરકારી સેવાઓ કાર્યક્રમના સ્થળે ઉપલબ્ધ બનાવાઈ છે. આ કાર્યક્રમમાં ચુડા તાલુકાના ચુડા, ગોખરવાળા, સેજકપર, મોજીદડ, કારોલ અને લાલીયાદ સહિત ૬ ગામોના અરજદારોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. આ તકે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિધવા સહાયના હુકમોનું વિતરણ પણ કરાયુ હતુ.

આ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.કે.ગવ્હાણે, પ્રાંત અધિકારીશ્રી એચ.એમ.સોલંકી, ચુડા મામલતદારશ્રી એ.એસ.ઝાંપડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અગ્રણી સર્વશ્રી જસુભા સોલંકી, તનકસિંહ રાણા, ભુમીકાબેન મીઠાપરા, અલ્પેશભાઈ શેખ તેમજ સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગૌમાંસના જથ્થા સાથે ઇસમ ઝડપાયો

editor

છોટા ઉદેપુરમાં દારૂની ખેપ મારતો પોલીસ ઝડપાયો

aapnugujarat

બનાસકાંઠામાં યોજાયેલ ઠાકોર સમાજની શિબિરમાં અલ્પેશના નામથી હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1