Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં કન્હૈયાકુમાર, હાર્દિક અને જિગ્નેશ કોંગ્રેસ માટે પ્રચાર કરશે

બિહાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી સામે-સામે મેદાનમાં છે જ્યારે એનડીએ એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. એવામાં કોંગ્રેસે ચૂંટણી માહોલ બનાવવા માટે કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાને રણભૂમિમાં ઉતાર્યા છે. તારાપુરમાં આ નેતા ૨૩થી ૨૫ ઓક્ટોબર સુધી કોંગ્રેસ ઉમેદવાર રાજેશ મિશ્રાના પક્ષમાં ચૂંટણી માહોલ તૈયાર કરશે. જે બાદ ૨૬થી ૨૮ ઓક્ટોબર સુધી આ નેતા કુશેશ્વરસ્થાનમાં રહેશે. જ્યાં તેઓ અતિરેક કુમાર માટે જનતા પાસે મત માગશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની સાથે જ આ ત્રણેય યુવા નેતાઓની પણ પરીક્ષા થશે. ખાસ કરીને કન્હૈયા કુમારને લિટમસ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે. તેથી પેટાચૂંટણીમાં પ્રચાર માટે બિહાર આવી રહેલા આ યુવા ચેહરા પર સૌની નજર છે. કોંગ્રેસના આ યુવા સ્ટાર પ્રચારકોને ટક્કર આપવા માટે આરજેડી સાથે તેજસ્વી યાદવ સામે હશે. કોંગ્રેસ પોતાના આ ત્રણ યુવા નવા નેતાઓને લઈને ઉત્સાહિત છે. કન્હૈયા કુમારના નામે ખાસ કરીને નજર એટલે ટકેલી છે, કેમ કે એવી ચર્ચા છે કે પાર્ટીમાં મજબૂતી લાવવા માટે બિહારમાં તેજસ્વી યાદવની સામે યુવા ચહેરાને મેદાનમાં ઉતારવાની નીતિથી કોંગ્રેસ કામ કરી રહી છે. તેથી કોંગ્રેસે એવા યુવાઓને સ્ટાર પ્રચારકમાં આ વખતે સામેલ કર્યા છે. બિહાર પેટા ચૂંટણીના પરિણામ સાબિત કરશે કે કન્હૈયા કુમાર કોંગ્રેસ માટે કેટલા કારગર છે. બિહાર વિધાનસભાની બે બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સંપૂર્ણ તાકાત લગાવી છે. કોંગ્રેસના યુવા બ્રિગેડનો મહત્વનો ચેહરો કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ એક સાથે શુક્રવારે પહેલીવાર બિહારમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી રહ્યા છે. કોંગ્રેસની આ ત્રિપુટી ત્રણ-ત્રણ દિવસ તારાપુર અને કુશેશ્વરસ્થાન વિસ્તારમાં રહીને પાર્ટીના પક્ષમાં જાેરદાર રીતે માહોલ બનાવવામાં કામ કરશે. કોંગ્રેસનુ દામન પકડ્યા બાદ કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ પહેલીવાર કોઈ ચૂંટણી જનસભામાં એક સાથે ઉતરી રહ્યા છે. ત્રણેય નેતા શુક્રવારે લગભગ બે વાગે પટના એરપોર્ટ પર આવશે. અહીંથી સદાકત આશ્રમ સુધી રોડ શો કરશે. ત્રણેય નેતા જનતાને મળીને સદાકત આશ્રમ પહોંચશે. કોંગ્રેસે પોતાના ત્રણેય યુવા નેતાઓના સ્વાગત માટે જાેરદાર તૈયારી કરી છે. જેમાં ઢોલ-નગારા સાથે પાર્ટી કાર્યકર્તા રસ્તા પર શક્તિ પ્રદર્શન પણ કરશે.

Related posts

ડેટાલીક : મોઝિલા અને ટેસ્લા જેવી કંપનીઓએ ફેસબુકનો સાથ પણ છોડી દીધો

aapnugujarat

૭ રાજ્યોમાં ૩૦% થયો પોઝિટિવિટી રેટ

editor

Pakistan trying to hoodwink international community with its “cosmetic” steps against terror groups : MEA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1