Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડેટાલીક : મોઝિલા અને ટેસ્લા જેવી કંપનીઓએ ફેસબુકનો સાથ પણ છોડી દીધો

યૂઝર્સના ડેટાલીક મામલે સોશિયલ મીડિયા કંપની ફેસબુકની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. આ અંગેનો વિવાદ પ્રકાશમાં આવતાં જ આ અઠવાડિયે કંપનીના શેરના ભાવમાં ૧૪ ટકાનું ગાબડું પડ્યું છે. અનેક કંપનીઓએ જાહેરાતો અટકાવી દેતાં કરોડો રૂપિયાનું નુકસાન પણ થઇ રહ્યું છે. બીજી બાજુ મોઝિલા, કોમર્જબેન્ક, ટેસ્લા, સ્પેસએક્સ સહિત અનેક મોટી કંપનીઓએ ફેસબુકનો સાથ છોડી દીધો છે. આમાંની મોટાભાગની કંપનીઓએ સીઇઓ એલન મસ્કે આકરી દલીલબાજી બાદ પોતાની કંપનીના ફેસબુક પેજ બંધ કરી દીધાં છે. જોકે, તેમણે હાલમાં તો એ માટે કોઇ ચોક્કસ કારણ આપ્યું ન હતું.ફાયરફોક્સ વેબ બ્રાઉઝર બનાવતી કંપની મોઝિલાએ બ્લોગ પર લખ્યું કે ’હાલમાં અમે ફેસબુકથી દૂર થઇ રહ્યા છીએ. અમે ફેસબુકને જાહેરાત આપવાનું પણ અટકાવી દીધું છે અને અમારા ફેસબુક પેજ પર હાલમાં કંઇ જ પોસ્ટ કરાતું નથી.’ જોકે કંપનીએ ફેસબુક પેજ દૂર કર્યું નથી. તેણે કહ્યું છે કે જો ફેસબુક યૂઝર્સની માહિતીને સલામત બનાવવા અને ગુપ્તતા સેટિંગને સુધારવાનો પ્રયાસ કરે છે તો તે ફરી ફેસબુક પર પાછા આવવા વિચારશે. જર્મનીના કોમર્જબેન્કે પણ કહ્યું છે કે હાલમાં તે ફેસબુકની જાહેરાત અટકાવી રહી છે અને માહિતીની સલામતીનું મૂલ્યાંકન કરી રહ્યું છે. સ્પીકર સહિત અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્સ બનાવતી કંપની સોનોસે પણ ફેસબુક સહિત ઇન્સ્ટાગ્રામ, ગૂગલ અને ટિ્‌વટરે પણ પોતાની જાહેરાતને એક અઠવાડિયા માટે અટકાવી દીધી છે.

Related posts

૭ દિવસમાં માત્ર ૧૨ કલાક ચાલી સંસદ : ૫૪ કરોડ રૂપિયા બરબાદ

editor

ભારત જોડો યાત્રામાં જોડાવા સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસનું આમંત્રણ

aapnugujarat

મહારાષ્ટ્રમાં ભાજપ માટે કપરાં ચઢાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1