Aapnu Gujarat
રાષ્ટ્રીય

૭ રાજ્યોમાં ૩૦% થયો પોઝિટિવિટી રેટ

દેશમાં કોરોનાની સ્થિતિ સતત બગડી રહી છે. હાલમાં જ સરકાર તરફથી જારી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે ગયા સપ્તાહમાં દેશના ૨૪ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૫% વધુ રહ્યો. ગયા બે સપ્તાહમાં ૩૦ જિલ્લામાં કેસોમાં ઝડપથી વધારો થયો. અધિકારીઓએ જાણકારી આપી કે દેશમાં સાત રાજ્યો એવા છે, જ્યાં ગયા સપ્તાહમાં પોઝિટિવિટી રેટ ૩૦% અથવા એનાથી વધુ રહ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડાને ચિંતા કરવા વાળા ગણાવ્યા.સ્વાસ્થ્ય મંત્રાલયમાં અતિરિક્ત સચિવ આરતી આહુજાએ કહ્યું કે ૭ રાજ્યોમાં ૩૦%થી વધુ પોઝિટિવિટી રેટ નોંધાયો છે. એમાં ગોવા(૪૮.૫), હરિયાણા(૩૬.૧), પોન્ડિચેરી(૩૪.૯), પશ્ચિમ બંગાળ(૩૩.૧) અને કર્ણાટક, દિલ્હી રાજસ્થાન(૨૯.૯)ના નામ સામેલ છે. તેમણે કહ્યું કે, ‘કેસ પોઝિટિવિટી આ વખતે મોટો સંકેત છે કે આ સમયે મામલા કેવી રીતે ફેલાઈ રહ્યા છે.તેમણે જણાવ્યું, ‘આ સમયે ત્રણ રાજ્યમાં પોઝિટિવિટી રેટ ૫%થી ઓછો છે, ૯ રાજ્યમ આ આંકડા ૫થી ૧૫% વચ્ચે છે.’ આહુજાએ કહ્યું, ’૨૪ રાજ્યમાં ૧૫%થી વધુ પોઝિટિવ છે. આ દેશ માટે ચિંતાની વાત છે.દેશના ૧૨ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રોજ કેસોની સંખ્યા વધી રહી છે. અતિરિક્ત સચિવ મુજબ, એમાં કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ, પંજાબ, આસામ અને હિમાચલ પ્રદેશનું નામ સામેલ છે.ત્યાં જ દેશના ૩૦ જિલ્લા એવા છે, જ્યાં સપ્તાહ-દર-સપ્તાહ કેસ વધી રહ્યા છે. એમાં કેરળનના ૧૦ જિલ્લામાં-કોઝિકોડ, એર્નાકુલમ, થ્રિસુર, માલપ્પુરમ, તિરૂવનંતપુરમ, કોટ્ટાયમ, અલપ્પુઝા, પલક્કડ, કોલ્મ અને કન્નુર છે. આંધ્ર પ્રદેશના ૭ જિલ્લા-ચત્તુર, પૂર્વ ગોદાવરી, શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ, કુર્નુલ, ગુંટુર અને અનંતપુર નામ છે. કર્ણાટકના ત્રણ જિલ્લા- શહેરી બેંગ્લોર, મૈસુર અને ટુમકુરૂ નામ સામેલ છે.એ ઉપરાંત હરિયાણા(ગુરુગ્રામ, ફરીદાબાદ), પશ્ચિમ બંગાળ(નોર્થ ૨૪ પરગના, કોલકાતા) અને મહારાષ્ટ્ર(સતારા, સોલાપુર)ના બે-બે જિલ્લામાં કેસો વધી રહ્યા છે. આ ૩૦ જિલ્લામાં ચેન્નાઇ, પટના અને ખુર્દા સામેલ છે.

Related posts

રાજ્યસભામાં ભાજપ હવે સૌથી મોટી પાર્ટી બની

aapnugujarat

પ્રધાનમંત્રી જનધન યોજનામાં ૫.૮૨ કરોડ એકાઉન્ટ નિષ્ક્રિય

editor

ઓરિસ્સામાં સુપરસોનિક મિસાઇલનું પરીક્ષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1