Aapnu Gujarat
National

સેવા હી સંગઠન અંતર્ગત “મોદી વાન”ને લીલીઝંડી

અમિત શાહે આજે મોદી વાનને લીલી ઝંડી બતાવી હતી.સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પાંચ મોદી વાનને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીના સરકારમાં ૨૦ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આ મોદી વાન ખુલ્લી મુકવામાં આવી છે. યુપીના કૌશાંબી જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારોમાં પાંચ મોદી વાનનું સંચાલન થશે. વાનને કૌશાંબી વિકાસ પરિષદથી સંચાલિત કરવામાં આવશે જેને ભાજપના રાષ્ટ્રીય સચિવ વિનોદ સોનકર ચલાવી રહ્યા છે. યુપીના કૌશાંબી જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારોમાં પાંચ મોદી વાનનું સંચાલન થશે.

આ વાન સુવિધાસભર છે જેમાં ઈંટરનેટ સાથે ટીવીની સુવિધા છે.જીપીએસી ટ્રેકિંગ સીસ્ટમ તેમજ ટેલીમેડિસિન પણ સામેલ છે.આ વાન લોકોને ગામ અને ઘર પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છતા માટે જાગૃત કરશે. 

Related posts

આસામ કોવિડ કેર સેન્ટરના ભાગ રૂપે 1500 કોચનો ઉપયોગ કરશે

editor

તમિલનાડુમાં કેમ્પેઇન વીડિયોમાં કાર્તિ ચિદંમ્બરની પત્નીનો ફોટો મૂક્યો

editor

કેરળમાં કુદરતનો કહેર, ૧૦થી વધુ મોત

editor

Leave a Comment

UA-96247877-1