Aapnu Gujarat
મનોરંજન

બોલીવૂડ જાણે ડ્રગ્સ સેવન તેમજ ખરીદવાનો અડ્ડો બન્યું હોય..!!

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી તપાસ દરમિયાન ડ્રગ્સનું એંગલ સામે આવ્યું હતંુ. તપાસમાં રિયા અને તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી સુશાંત માટે ડ્રગ્સ ખરીદતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે રિયાએ એક મહિના માટે મુંબઇની ભાયખલા જેલમાં રહેવું પડયું હતું. આ ઉપરાંત મા વૈષ્ણોદેવી અને સાવધાન ઇન્ડિયા જેવી ટીવી સિરિયલોમાં જાેવા મળેલી એકટ્રેેસ પ્રીતિકા ચૌહાણને એનસીબીએ ડ્રગ્સ ખરીદતા રંગે હાથ પકડી હતી. બાદમાં પ્રીતિકા ચૌહાણને કોર્ટે જામીન પર મુક્ત કરી દીધી હતીનારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (દ્ગઝ્રમ્)એ એક ક્રુઝ શિપ પર રેડ કરીને બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત અન્ય સાત લોકોની ધરપકડ કરી છે. ક્રુઝ પર રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે મુસાફરોના સ્વાંગમાં રહેલા એનસીબી અધિકારીઓ દ્વારા મધ દરિયે આ રેડ કરવામાં આવી હતી જેમાં ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. બોલિવૂડમાં મોટા પાયે ડ્રગ્સનું ચલણ ઉત્તરોત્તર વધી રહ્યું છે અને આ પહેલી વખત નથી જ્યારે બોલિવૂડ સેલિબ્રિટીનું નામ ડ્રગ્સ કેસમાં સંડોવાયું હોય અને ડ્રગ્સ રાખવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલા પણ ઘણા સેલિબ્રિટીઝના નામ ડ્રગ્સ કેસમાં સામે આવી ચૂક્યા છે. બોલિવૂડના મુન્નાભાઇ સંજય દત્તને એક સમયે ડ્રગ્સની લત લાગી ગઇ હતી. ડ્રગ્સ એડિક્ટ એવા સંજયની ડ્રગ્સ રાખવાના કેસમાં ૧૯૮૨માં ધરપકડ કરવામાં આવી હતી સંજય દત્તને કોર્ટે ૫ મહિનાની સજા પણ સંભળાવી હતી ત્યારબાદ સુનીલ દત્તે સંજયને ૫ મહિના માટે યુએસમાં રિહેબ સેન્ટરમાં મોકલી દીધો હતો. બોલિવૂડના પ્રખ્યાત એકટર ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન તેમની ફિલ્મોના કારણે ક્યારેય ચર્ચામાં રહ્યો નથી પરંતુ ડ્રગ્સ કેસમાં નામ આવતા તે માધ્યમોમાં છવાયેલો રહ્યો હતો. ફરદીન ખાન પાસેથી કોકેન મળી આવ્યું હતું ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરદીને રિહેબ સેન્ટરમાં જઇને આ કુટેવથી છુટકારો મેળવ્યો હતો. બિગબોસથી જાણીતા થયેલા બોલિવૂડ એકટર અરમાન કોહલીના ઘરેથી એનસીબીને રેડ દરમિયાન હાઇ ક્વોલિટીનું ડ્રગ્સ મળી આવ્યું હતું. નશાની હાલતમાં જ એનસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને જેલમાં મોકલી દીધો હતો. તે ક્યારથી ડ્રગ્સનું સેવ કરતો હતો અને તેની સાથે કોણ સંકળાયેલા છે તેની વિગતો હજી સામે આવી નથી. બોલિવૂડમાં હાસ્ય કલાકારના રોલ કરતાં અભિનેતા વિજય રાજ ૨૦૦૫માં તેમની ફિલ્મ ‘દિવાને હુએ પાગલ’ના શૂટિંગમાં દુબઇ ગયો હતો. પરત આવતા સમયે તેમની બેગમાંથી પાંચ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો ત્યારબાદ તેની ધરપકડ કરીને તેના બ્લડ અને યુરિનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જાે કે ટેસ્ટ નેગેટિવ આવતા એક દિવસ પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને તેના પ્રોડયુસર પતિ હર્ષ લિંબાચિયા પણ નશાના કેસમાં ઝડપાયા હતા. તેમની પાસેથી ૬૫ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો. એનસીબીની પૂછપરછ દરમિયાન પણ બંનેએ તેઓ ગાંજાનું સેવન કરતાં હોવાની વાત સ્વીકારી હતી. ત્યારબાદ કોર્ટે તેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા. બિગબોસમાંથી જાણીતા થયેલા એકટર એઝાઝ ખાનના ફ્લેટમાં રેડ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું હતું. લાંબી પૂછપરછ બાદ એનસીબીએ એઝાઝ ખાનની ધરપકડ કરી લીધી હતી અને તેને જેલમાં ધકેલી દીધો હતો. ડ્રગ્સની લેવડદેવડ અંગેના તેના તાર ગુજરાતના ગામડાઓ સુધી જાેડાયેલા હોવાનું સામે આવ્યું હતું. ટીવી એકટર ગૌરવ દીક્ષિતના ઘરે એપ્રિલમાં રેડ દરમિયાન એનસીબીને ચરસ મળી આવ્યું હતું. ત્યારબાદથી ભાગેડુ એવા ગૌરવની એનસીબીએ ૨૮ ઓગસ્ટે ધરપકડ કરી હતી. કોર્ટે ૨૪ સપ્ટેમ્બરના રોજ ૫૦ હજારના બોન્ડ પર તેને જામીન આપ્યા હતા. હજી આ કેસમાં તેની સામે તપાસ કરવામાં આવી રહી છે.બોલિવૂડના મશહૂર પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઇદ પાસેથી ૧૦ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો. એનસીબીએ નડિયાદવાળાના ઘર પર ૮ નવેમ્બર, ૨૦૨૦ના રોજ રેડ કરી હતી અને શબાનાની ધરપકડ કરી હતી. બે દિવસ બાદ કોર્ટે શબાનાને જામીન પર મુક્ત કરી દીધી હતી.

Related posts

पाक. के हसन अली की दुल्हन बनेगी भारत की शामिया आरजू

aapnugujarat

સેક્સી ઇલિયાના રેડ ફિલ્મમાં ફરીથી અજય દેવગન સાથે દેખાશે

aapnugujarat

जल्द से जल्द बच्चे चाहती हैं प्रियंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1