Aapnu Gujarat
મનોરંજન

સેક્સી ઇલિયાના રેડ ફિલ્મમાં ફરીથી અજય દેવગન સાથે દેખાશે

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ અજય દવગનની સાથે સતત જોડી જમાવી રહી છે. તેમની જોડીને લોકો પસંદ પણ કરી રહી છે. રૂસ્તમ, બાદશાહો અને હવે રેડમાં બન્ને સાથે કામ કરી રહ્યા છે. રેડ ફિલ્મ ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે. જે ૧૬મી માર્ચના દિવસે જારી કરવામાં આવનાર છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ ખુલાસો કર્યો હતો કે એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષના દિવસોમાં ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે. તેની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. મેન્ટલ હેલ્થની ૨૧મી બેઠકમાં ઇલિયાનાએ આ મુજબની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે તે ખુબ જ સંકુચિત પ્રકારની છે. તે હમેંશા ઉદાસ રહેતી હતી. જો કે એ વખતે તેને આ બાબતની ખબર ન હતી કે તે ડિપ્રેશન અને બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડરથી ગ્રસ્ત છે. તે માત્ર એમ ઇચ્છતી હતી કે લોકો તેને સ્વીકાર કરે. એક વખતે તો તો તે આત્મહત્યા કરીને તમામને ખતમ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. ઇલિયાનાએ વધુમાં કહ્યુ છે કે તે પોતાનાને સ્વીકારી ચુકી છે ત્યારે તમામ બાબતો સૌથી સારી થઇ ગઇ છે. તે માને છે કે ડિપ્રેશન સામેની લડાઇમાં તે સૌથી પહેલા પગલા તરીકે રહે છે. તેનુ કહેવુ છે કે શાંતિથી બેસી જવાની બાબત ખતરનાક છે. આગળ આવીને સારવાર કરાવવાની જરૂર છે. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાં જ રજૂ થયેલી બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી.

Related posts

जब तक इंसाफ नहीं मिलेगा लड़ती रहूंगी : तनुश्री दत्ता

aapnugujarat

SSR CASE : ईडी ने भेजा जया साहा को समन

editor

હું કોઇ કોમ્પ્રોમાઇઝ ન કરી શકું : મલ્લિકા શેરાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1