Aapnu Gujarat
મનોરંજન

હવે સેક્સી સ્ટાર ઉર્વશીની બોલબાલા વધી છે : રિપોર્ટ

હાલના દિવસોમાં સેક્સી સ્ટાર ઉર્વશીની બોલબાલા સતત વધી રહી છે. ઉર્વશી હેટ સ્ટોરી-૪ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મને લઇને તે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે કેટલાક બોલ્ડ સીન પણ કરી ચુકી છે. હેટ સ્ટોરી-૪માં તેની સાથે કરણ વાહી અને વિવાન ભટેના નજરે પડનાર છે. ફિલ્મના ટ્રેલરથી લઇને પોસ્ટર સુધી ઉર્વશી છવાયેલી છે. પ્રોડક્શનથી મળેલા વધારે મહત્વના કારણે તે ભારે ખુશ પણ છે. જેથી તે હાલમાં ભારે ભાવ પણ લઇ રહી છે. તે ફિલ્મના અન્ય કલાકારોને વધારે મહત્વ આપી રહી નથી. પ્રમોશનના ગાળા દરમિયાન તે પોતે વધારે ઉપસ્થિત રહેવા માટે ઇચ્છુક છે. તે તમામ લાઇમલાઇટ મેળવી લેવા માટે ઇચ્છુક છે. પોતાના બાકી સ્ટારકાસ્ટની સાથે હાલમાં ઉર્વશીએ ઇન્ટરવ્યુ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ઉર્વશી તમામ ક્રેડિટ પોતે લેવા માટે ઇચ્છુક છે. હેટ સ્ટોરી ફિલ્મ બોલ્ડ સીન સાથે ક્રાઇમ સ્ટોરી છે. જે અગાઉની ફિલ્મો ચાહકોને પસંદ પડી હતી. હવે હેટ સ્ટોરી-૪ બની રહી છે. તેનુ કહેવુ છેકે તે નોન ફિલ્મી બેક ગ્રાઉન્ડ સાથે છે. તેના માતાપિતા બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓ બોલિવુડની ગ્લેમર લાઇફથી ખુબ દુર છે. તેનુ કહેવુ છે કે તેના માતાપિતાનમે પુછીને જ તે બોલ્ડ સીન કરે છે. તેના આ નિવેદનને લઇને તમામ ચોંકી ગયા છે. તેનુ કહેવુ છે કે તે હમેંશા પોતાના મનની વાત સાંભળીને કામ કરે છે. તેનુ કહેવુ છે કે હેટ સ્ટોરીમાં તેની ભૂમિકાને ધ્યાનમાં લઇને જ પટકથા તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ એક મોડલની પટકથા છે. તે આ ફિલ્મના રોલ માટે ખુબ રિસર્ચ કરી ચુકી છે. ફિલ્મમાં ફિજિકલ લડાઇના બદલે દિમાગની લડાઇને વધારે મહત્વ આપવામાં આવ્યુ છે. તે ફિજિકલ અને મેન્ટલ ટ્રેનિંગ પણ લઇ ચુકી છે.

Related posts

જેક્લીન સાથે ફિલ્મમાં કાર્તિક આર્યન નહીં દેખાય

aapnugujarat

સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક

aapnugujarat

પદ્માવત ફિલ્મને નિહાળવા કરણી સેના તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1