Aapnu Gujarat
મનોરંજન

હું કોઇ કોમ્પ્રોમાઇઝ ન કરી શકું : મલ્લિકા શેરાવત

એક દાયકા પહેલાં બોલ્ડ ભૂમિકાઓથી દર્શકોને દંગ કરનારી મલ્લિકા શેરાવતનું કહેવું છે કે તેને પોતાની બોલ્ડ ઇમેજની કિંમત ચૂકવવી પડી છે. કેટલાય નિર્દેશકો અને તેની સાથે કામ કરનારા લોકોને લાગતું હતું કે તે સરળતાથી ‘કોમ્પ્રોમાઇઝ’ કરી લેશે. ૨૦૦૪માં ફિલ્મ ‘મર્ડર’ બાદ બોલ્ડનેસ તેના નામ સાથે જોડાઇ ગઇ.
તેની છબીને લઇ લોકોના મનમાં તેના ચરિત્ર અંગે સવાલ ઊઠતા. તાજેતરમાં મલ્લિકાએ કહ્યું કે મારા પર ઘણા બધા આક્ષેપ લાગતા હતા. કોઇ કહેતું કે જો તમે શોર્ટ સ્કર્ટ પહેરો છો, સ્ક્રીન પર કિસ કરો છો તો તમે સારી સ્ત્રી નથી. તમારામાં કોઇ નૈતિકતા નથી.
મલ્લિકાએ વધુમાં જણાવ્યું કે પુરુષો મારી સાથે સ્વચ્છંદ થવાની કોશિશ કરવા લાગતા. મને ફિલ્મોમાંથી બહાર કરવામાં આવી, કેમ કે મારા નાયક હીરો કહેતા કે તું મારી સાથે ઇન્ટિમેટ કેમ ન કરી શકે? જ્યારે તું સ્ક્રીન પર આ બધું કરી શકે છે તો પ્રાઇવેટમાં આવું કરવામાં શું સમસ્યા છે? આ કારણે ઘણી બધી ફિલ્મો મારા હાથમાંથી સરકી ગઇ.
આપણા દેશમાં પણ મહિલાઓને આવી જ સ્થિતિનો સામનો કરવો પડે છે. ૪૧ વર્ષીય મલ્લિકા માને છે કે તેની ફિલ્મો બિનપરંપરાગત હતી અને એ પણ માને છે કે જો તે આ બધું સ્વીકારી લે તો ઇન્ડસ્ટ્રીમાં ઘણું સારું કરી શકત. તે કહે છે કે હું એક મજબૂત મહિલા છું અને કોઇ કોમ્પ્રોમાઇઝ ન કરી શકું.

Related posts

ધ્રુપદનાં પ્રખ્યાત ગાયક ઉસ્તાદ સઇદુદ્દીન ડાગરનું અવસાન

aapnugujarat

હાઈપ્રોફાઇલ શ્રીદેવી મોત કેસ બંધ : સસ્પેન્સ ખતમ

aapnugujarat

પ્રિયંકા ચોપડા સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1