Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપડા સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક છે

બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે ગુજરાતી સહિત અન્ય જુદી જુદી ભાષાની ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. ગુજરાતી ઉપરાંત મલયાલમ અને આસામી ભાષાની ફિલ્મ બનાવવાની તેની યોજના છે. આ અંગેની માહિતી પ્રિયંકા ચોપડાની માતા અને ફિલ્મ કંપનીના વડા મધુ ચોપડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જુદી જુદી ભાષામાં ફિલ્મો બનાવવા માટે ઇચ્છા ધરાવનાર પ્રિયંકા ચોપડાના બેનર પર્પલ પેબ પિક્ચર દ્વારા આ અંગેની તૈયારી શરૂ કરી દીધી છે. મધુએ કહ્યુ હતુ કે હવે અમે આસામી ફિલ્મ નિર્માતા સાથે kutકામ કરી રહ્યા છીએ. ભોજપુરી, મરાઠી, પંજાબી ભાષાની ફિલ્મ બનાવી લીધા બાદ હવે જુદી જુદી ભાષાની ફિલ્મ બનાવવા માટેની કવાયત ચાલી રહી છે. પ્રિયંકા ચોપડા માત્ર ભારતમાં જ નહી બલ્કે સમગ્ર વિશ્વમાં જોરદાર લોકપ્રિયતા મેળવી રહી છે. તે અમેરિકી શો ક્વાન્ટિકોમાં પણ લોકપ્રિયતા મેળવી રહી છે. હાલમાં તે ભારતમાં ખુબ ઓછા સમય માટે દેખાઇ રહી છે. અમેરિકામાં વધારે નજરે પડી રહી છે. આ બેનર હવે મલયાલમ અને ગુજરાતી ભાષાની ફિલ્મો પણ બનાવનાર છે. ટુંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી શકે છે.
પ્રિચંકા ચોપડા હાલમાં હિન્દી ફિલ્મો ખુબ ઓછી કરી રહી છે. પ્રિયંકા ચોપડા હવે સૌથી મોંઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. જાહેરાતો અને ફિલ્મમાં કામ કરવા માટે તે ખુબ જંગી રકમ લઇ રહી છે. જેથી ઓછા બજેટ ધરાવતા નિર્માતા નિર્દેશકો હવે પ્રિયંકા ચોપડાને સાઇન કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી. તે સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર તરીકે રહી છે.

Related posts

अंडरवेयर खरीदने को लेकर सहज नहीं हूं : शाहरुख

aapnugujarat

ડાયના પેન્ટી પાસે ફિલ્મ નથી

aapnugujarat

ટાઇગર પાસે મોટા ભાગે એક્શન ફિલ્મો હાથમાં છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1