Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

હાઈપ્રોફાઇલ શ્રીદેવી મોત કેસ બંધ : સસ્પેન્સ ખતમ

છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચા જગાવનાર હાઈપ્રોફાઇલ શ્રીદેવી મૃત્યુ કેસને હવે દુબઈ પોલીસે ઉંડી તપાસ બાદ બંધ કરી દીધો છે. શ્રીદેવીના શનિવારના દિવસે મોત થયા બાદથી આ મામલામાં જુદી જુદી થિયરી સપાટી ઉપર આવી રહી હતી. પહેલી થિયરીમાં જણાવવામાં આવ્યું હતું કે, શ્રીદેવીનું મોત કાર્ડિયેક અરેસ્ટમાં થયું છે. ત્યારબાદ બીજી થિયરી સપાટી ઉપર આવી હતી જે વધારે ચોંકાવનારી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી પોતાના અમીરાત હોટલ રુમમાં શરાબના નશામાં સંતુલન ગુમાવ્યા બાદ બાથટબમાં પડી ગઈ હતી અને એક્સીડેન્ટલ ડ્રાઉનિંગ અથવા તો આકસ્મિકરીતે ડુબી જવાથી તેનું મોત થઇ ગયું હતું. જો કે, ત્યારબાદ પણ સંતુષ્ટ તપાસ અધિકારીઓ ન થતાં સીસીટીવી અને અન્ય એંગલથી પણ તપાસ કરવામાં આવી હતી.
શ્રીદેવીના પરિવારના સભ્યો અને હોટલના સ્ટાફની પુછપરછ થઇ હતી. આખરે ઉંડી તપાસનો દોર શનિવારથી ચાલ્યા બાદ હવે પૂર્ણ થઇ ચુક્યો છે. દુબઈ પબ્લિક પ્રોસીક્યુટર ઓફિસે શ્રીદેવીના મોત કેસને હવે બંધ કરી દીધો છે અને ફોરેન્સિક રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, બેભાન થઇ ગયા બાદ પોતાના રુમમાં એક્સીડેન્ટલ ડ્રાઉનિંગથી શ્રીદેવીનું મોત થયું હતું. શ્રીદેવીના પાર્થિવ દેહને હવે પરિવારને સોંપી દેવામાં આવ્યા બાદ ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. આવતીકાલે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.
દુબઈથી શ્રીદેવીના પાર્થિવ શરીરને લઇને વિમાનરવાના થઇ ગયા બાદ હવે ભારત પહોંચનાર છે. દુબઈ એરપોર્ટથી નિર્ધારિત સમય ૬.૩૦ વાગે વિમાને ઉંડાણ ભરી હતી અને હવે ૯.૩૦ વાગ્યાની આસપાસ મુંબઈ પહોંચી જાય તેવી શક્યતા છે. મુંબઈમાં પહેલાથી જ શ્રીદેવીના અંતિમ સંસ્કારને લઇને તૈયારી કરવામાં આવી છે. મુંબઈ લાવવામાં આવ્યા બાદ શ્રીદેવીના મૃતદેહને મુંબઈના ઉપનગરીય અંધેરી વેસ્ટમાં શ્રીદેવીના આવાસમાં રાખવામાં આવશે જ્યાં અંતિમ દર્શન ચાહકો અને બોલીવુડની સેલિબ્રીટીઓ કરી શકશે.
શ્રીદેવીની ઇચ્છા મુજબ તેના આવાસને તમામ સફેદ ફુલોથી સજાવી દેવામાં આવ્યું છે. દુબઈ પબ્લિક પ્રોસીક્યુશન ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રીદેવીના મોતના મામલામાં કાયદાકીય પ્રક્રિયા પરિપૂર્ણ કરી લેવામાં આવી છે.
ખુબ હાઈપ્રોફાઇલ કેસ હોવાના કારણે તમામ સાવચેતી રાખવામાં આવી હતી. શ્રીદેવીના મૃતદેહને પરિવારને સોંપતા પહેલા ૧૦૦ ટકા ખાતરી કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે પાર્થિવ શરીરને પરિવારને સોંપવામાં વિલંબ થયો હતો. દુબઈ પોલીસ દ્વારા હવે તમામ ખાતરી કરી લેવામાં આવી છે. દુબઇ મિડિયા ઓફિસે કહ્યું છે કે, વ્યાપક તપાસ બાદ મૃતદેહ પરિવારને સોંપવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. બીજી બાજુ શ્રીદેવીના પતિ બોની કપૂર અને તેમની બહેન શ્રીલતા પાસેથી એવી ખાતરી પણ લેવામાં આવી છે કે, જો ભવિષ્યમાં જરૂર પડશે તો તપાસ માટે દુબઈ આવવું પડશે. ભારતીય હાઈ કમિશનના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ખાતરી આપવામાં આવી હતી. કેટલીક બાબતો એવી પણ સપાટી ઉપર આવી છે કે, શ્રીદેવીની બહેન શ્રીલતા પણ દુબઈ પહોંચી હતી. શ્રીલતા ઘટનાના દિવસે સાંજે દુબઈની એજ હોટલમાં હતી. એક નોકરાણી પણ તેની સાથે દેખાઈ હતી.
આ સમગ્ર મામલામાં પોલીસે શ્રીલતાના નિવેદન પણ નોંધી લીધા છે. શ્રીદેવીની બહેન શ્રીલતાના સંપત્તિ વિવાદને લઇને ચર્ચા રહી ચુકી છે. બંને વચ્ચે લાંબા સમયથી વાતચીત બંધ હતી. જો કે, બોની કપૂરે આ વિવાદને ઉકેલી લીધો હતો. શ્રીદેવીના મૃતદેહને લઇને મોડી રાત્રે દિલ્હી લાવવામાં આવ્યા બાદ મુંબઈ લઇ જવામાં આવ્યો હતો. શનિવારના દિવસે મોડી રાત્રે શ્રીદેવીનું મૃત્યુ થતાં દેશભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.

Related posts

ગોવાના કોઈપણ બીચ પર દારૂ પીવા પર પ્રતિબંધ

aapnugujarat

कारगिल युद्ध के दौरान भी चालू रहनेवाली बस सेवा को पाक. ने किया बंध

aapnugujarat

अभद्र पर्चा विवाद : महिला आयोग पहुंची आतिशी मार्लेना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1