Aapnu Gujarat
મનોરંજન

ધ્રુપદનાં પ્રખ્યાત ગાયક ઉસ્તાદ સઇદુદ્દીન ડાગરનું અવસાન

ધ્રુપદ પરંપરાના સર્વશ્રેષ્ઠ ગાયકોમાંથી એક ઉસ્તાદ હુસૈન સઇદુદ્દીન ડાગરનું લાંબી બિમારી બાદ મોડી સાંજે પુણેની એક હોસ્પિટલમાં અવસાન થઇ ગયું હતું. તેઓ ૭૮ વર્ષનાં હતા. તેઓ પ્રશંસકોમાં સઇદ ભાઇ તરીકે લોકપ્રિય હતા.
લાંબા સમયથી કિડની અને તેને સંબંધિત અન્ય બિમારીઓથી પીડિત હતા.
સઇદુદ્દીન ડાગરનો જન્મ રાજસ્થાનમાં થયો અને તેઓ પ્રતિષ્ઠિત સંગીતકાર ડાગર પરિવારનો હિસ્સો હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં વસ્યા હતા અને પુણેમાં રહેતા હતા. સઇદુદ્દીન ડાંગર સાત ભાઇઓ પૈકી સૌથી નાના હતા. ૨૯ એપ્રિલ ૧૯૩૯નાં રોજ રાજસ્થાનનાં અલવર જિલ્લામાં જન્મેલા સઇદુદ્દીનની સંગીત યાત્રા છ વર્ષની ઉંમરથી જ ચાલુ થઇ ગઇ હતી.

Related posts

રાધિકા બજાર ફિલ્મમાં નવા સેક્સી અવતારમાં હશે

aapnugujarat

ઇરફાન અને દિપિકા નવી ફિલ્મમાં સાથે નજરે પડશે

aapnugujarat

ડિસ્કો ડાન્સર ૧૦૦ કરોડની કમાણી કરી શકે તેવો વિશ્વાસ જ ન હતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1