Aapnu Gujarat
મનોરંજન

ઇરફાન અને દિપિકા નવી ફિલ્મમાં સાથે નજરે પડશે

ઇરફાન ખાન અને દિપિકા પાદુકોણની જોડી ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહી છે. આ જોડી હવે સપના દીદી નામની ફિલ્મમાં સાથે કામ કરનાર છે. ઇરફાન ખાને માહિતી આપતા કહ્યુ છે કેઆ વખતે નવી ફિલ્મમાં તેમની જોડી અલગ રીતે દેખાશે. તેમની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રીને લઇને ઇરફાને હવે વાત કરી છે. આ બન્નેની જોડી અગાઉ પિકુ નામની ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. મળેલી માહિતી મુજબ હુસૈન જૈદીના પુસ્તક માફિયા ક્વીન ઓફ મુંબઇ પર હવે ફિલ્મ બનાવવામા ંઆવી રહી છે. અશરફ ખાનના સમય અને લાઇફ પર આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સપના દીદી તરીકે તે સપના દીદી તરીકે લોકપ્રિય હતી. આ ફિલ્મમાં મુખ્ય રોલ ટાઇટલ રોલ દિપિકા અદા કરી રહી છે. ઇરફાન ફિલ્મમાં ગ્રે કરેક્ટરના રોલમાં નજરે પડનાર છે. હની ત્રેહાન દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. એક વાતચીતમાં ઇરફાને કહ્યુ છે કે તેની અને દિપિકાની જોડી ફિલ્મમાં અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મને લઇને તે ભારે આશાવાદી છે. આ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. ફિલ્મને આગામી વર્ષે બીજી ઓક્ટોબરના દિવસે રજૂ કરવાની પ્રાથમિક યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે.
દિપિકા એક વખતે પદ્માવતિ ફિલ્મના પ્રમોશન અને વ્યસ્ત કાર્યક્રમમાંથી બહાર નિકળશે ત્યારે ફિલ્મના શુટિંગને ઝડપથી આગળ વધારી દેવામાં આવનાર છે. હાલમાં તમામ પ્રકારના આયોજન ફિલ્મને લઇને થઇ રહ્યા છે. અન્ય કલાકારોના સંબંધમાં કોઇ માહિતી હજુ અપાઇ નથી.

Related posts

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સેનન

aapnugujarat

સની લિયોન હજુ સૌથી લોકપ્રિય હસ્તી

aapnugujarat

નરગીસ સંજય દત્ત સાથે નવી ફિલ્મમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1