Aapnu Gujarat
રમતગમત

ટેસ્ટ રેેંકિંગઃ જાડેજા ટોપ પર, અશ્વિન બીજા નંબરે

આઇસીસી દ્વારા નવી ટેસ્ટ રેેંકિંગમાં ભારતના બે સ્ટાર બોલરોએ ટોપ-૨ નંબર પર કબ્જો કરી લીધો છે. આ રેેંકિંગમાં રવિન્દ્ર જાડેજા નંબર-૧ બોલર બન્યો છે જ્યારે રવિચંદ્રન અશ્વિન બીજા નંબર પર રહ્યો છે. જ્યારે બેટસમેનમાં પણ ટોપ-૧૦માં ભારતના બે બેટ્‌સમેનો રહ્યાં છે. જેમાં ભારતીય ટેસ્ટ ટીમના સુકાની વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાનો સમાવેશ થયો છે.સતત ટેસ્ટમાં પોતાના સારા પ્રદર્શનના કારણે ચેતેશ્વર પુજારાને લાભ થયો છે અને તે ચોથા નંબર પર આવી ગયો છે. જ્યારે આ રેેંકિંગ યાદીમાં વિરાટ કોહલી ૫માં નંબર પર છે. પુજારાની સરેરાશ ૫૨.૧૮ છે જ્યારે કોહલીની સરેરાશ ૫૦.૦૩ છે. બોલિંગમાં ભારત માટે ખુશખબરી એ છે કે પ્રથમ બંને નંબર પર ભારતીય બોલર ટોપ પર છે.

Related posts

પર્થ ટેસ્ટ મેચ : ઓસ્ટ્રેલિયની ભારત પર ૧૭૫ રનની લીડ

aapnugujarat

गोलकीपरों को शिविर से ओलंपिक क्वालीफायर में मदद मिलेगी : श्रीजेश

aapnugujarat

સચિનની જેમ રમવું હતું, પણ એ શક્ય લાગ્યું નહીં : ધોની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1