Aapnu Gujarat
રમતગમત

૪૧માં વર્ષે કોલિંગવૂડે ટી-૨૦માં સદી ફટકારી ઇતિહાસ રચ્યો

ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન પોલ કોલિંગવૂડ ટી-૨૦ ક્રિકેટમાં સદી ફટકારનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. ૪૧ વર્ષીય કોલિંગવૂડે વોર્ચેસ્ટરશાયર સામે નેટવેસ્ટ ટી-૨૦ બ્લાસ્ટમાં પોતાની કાઉન્ટી ડરહામ તરફથી રમતા આ સિદ્ધિ હાંસલ કરી. આ ડરહામ ટીમ તરફથી ટી-૨૦ ઇતિહાસમાં પહેલી સદી છે. આ પહેલાં ગ્રેહામ ક્લાર્ક અને ફિલ મસ્ટર્ડે યોર્કશાયર સામે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૫માં ૯૨ રન ફટકાર્યા હતા. કોલિંગવૂડે પોતાની ઇનિંગ્સમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા અને ફક્ત ૬૦ બોલમાં અણનમ ૧૦૮ રન બનાવ્યા. તેની આ શાનદાર ઇનિંગ્સને કારણે ડરહામે ૨૦ ઓવરમાં ૨૦૧ રનનો સ્કોર બનાવ્યો હતો, પરંતુ કોલિંગવૂડની સદી પણ તેની ટીમને હારથી બચાવી શકી નહોતી. વોર્ચેસ્ટરશાયરે ૧૮.૧ ઓવરમાં ફક્ત વે વિકેટ ગુમાવીને ૨૦૨ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.વર્ષ ૨૦૧૧માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેનારો કોલિંગવૂડ ડરહામ તરફથી કાઉન્ટી ક્રિકેટમાં રમે છે. તેની ૧૦૮ રનની ઇનિંગ્સે તેને ટી-૨૦ ઇતિહાસમાં સદી ફટકારનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનાવી દીધો છે. તેણે ઈંગ્લેન્ડના જ ભૂતપૂર્વ ખેલાડી ગ્રીમ હીકને પાછળ છોડી દીધો. હીકે ૨૦૦૭માં વોર્ચેસ્ટરાયર સામે ૧૧૦ રનની ઇનિંગ્સ રમી હતી. એ સમયે હીકની ઉંમર ૪૧ વર્ષ ને ૩૭ દિવસની હતી, જ્યારે કોલિંગવૂડની ઉંમર ૪૧ વર્ષ ૬૫ દિવસની છે. દિલચસ્પ વાત તો એ છે કે દુનિયાના કોઈ પણ બેટ્‌સમેને ૪૦ વર્ષની ઉંમર પછી ટી-૨૦ ક્રિકેટમાં સદી ફટકારી નથી.

Related posts

આઈપીએલમાં ધોનીએ હજુ સુધી ૩૨ સ્ટમ્પ આઉટ કર્યા

aapnugujarat

ICC रैंकिंग : टेस्ट बल्लेबाजी में पहले स्थान पर कायम कोहली

aapnugujarat

ऑस्ट्रेलियाई टेस्ट टीम में वापसी करना चाहता हूं : फिंच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1