Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ વિલંબમાં પડી

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ હૉલીવુડ ફિલ્મ ‘કાઉબૉય નિન્જા વાઇકિંગ’ સાઇન કરી હતી. તેમાં તે જાણીતા હૉલીવુડ એક્ટર ક્રિસ પ્રેંટ સાથે જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે તેણે સલમાન ખાન સાથેની ફિલ્મ ભારત ઠુકરાવી હતી. ક્રીસ પ્રાટ સાથેની નવી ફિલ્મ કરવા સુપર સ્ટાર સલમાન ખાનની ભારત ફિલ્મ છોડનારી પ્રિયંકાને હવે કદાચ પોતાની ભૂલ સમજાઇ હોય એવું બની શકે છે.
પ્રિયંકાની ક્રીસ પ્રાટ સાથેની ફિલ્મ કાઉબૉય નીંજા વાઇકિંગ બેમુદત વિલંબમાં પડી હોવાની સત્તાવાર જાણ વિદેશી અખબારોએ કરી હતી. આ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જાય તો એના શૂટિંગની તારીખો સલમાન ખાનની ભારતના શૂટિંગની તારીખો સાથે ટકરાઇ જાય એવા ડરથી પ્રિયંકાએ બોલિવૂડની ફિલ્મ છેલ્લી ઘડીએ છોડી દીધી. હવે એની સ્થિતિ ધોબીના શ્વાન જેવી થઇ છે. ન ઘરની ન ઘાટની.
કાઉબૉય નીંજા વાઇકિંગના નિર્માતા યુનિવર્સલ સ્ટુડિયોએ એના રિલિઝ કેલેન્ડરમાંથી આ ફિલ્મ પાછી ખેંચી લીધી હતી અને ક્રીસ પ્રાટની બીજી ફિલ્મની જાહેરાત કરી હતી. આમ પ્રિયંકા અત્યારે તો બંને બાજુથી લટકી ગઇ છે. અત્યાર સુધીમાં એણે હોલિવૂડની બે ફિલ્મો કરી હતી બેવોચ અને ઇઝન્ટ ઇટ રોમાન્ટિક ? જો કે એેની ત્રીજી ફિલ્મ અ કીડ લાઇક જેકનું શૂટિંગ ટૂંક સમયમાં શરૃ થવાની શક્યતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. એચબીઓ ચેનલ માટે ગેમ ઑફ થોર્ન્સ જેવી સુપરહિટ સિરિયલનું ડાયરેક્શન કરનારા મિશેલ મેક્લારાન કાઉબૉય નીંજા વાઇકિંગનું પણ ડાયરેક્શન કરવાના છે. પરંતુ અત્યારે તો આ ફિલ્મ બેમુદત મોકૂફ રખાઇ છે.

Related posts

અર્શી સની લિયોન બાદ બીજી મોસ્ટ સર્ચ સેલિબ્રિટી : રિપોર્ટ

aapnugujarat

‘તેરે નામ’ની સિક્વલ બનશે

aapnugujarat

એશ્વર્યા હાલ માલદીવમાં રજા માણે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1