Aapnu Gujarat
રમતગમત

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશની ટીમથી વધારે ખતરો

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું કહેવું છે કે તેમની ટીમ બાંગ્લાદેશ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. શાકિબ અલ હસને કહ્યું કે બાંગ્લાદેશ પાસે ટી -૨૦ વર્લ્‌ડકપની તૈયારી માટે પૂરતો સમય છે અને શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ તેમનું મનોબળ પણ ઘણું વધી ગયું છેયુએઈમાં ૧૭ ઓક્ટોબરથી ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે ભારતમાં યોજાવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે તેને યુએઈમાં ખસેડવામાં આવી છે. ભારતને આ વર્ષે ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ એક એવી ટીમ છે જે આ ટુર્નામેન્ટમાં ‘જાયન્ટ કિલર’ સાબિત થઈ શકે છે. આ ટીમ મોટી ટીમોને હરાવવા અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કાવામાં નિપુણ છે. ટી ૨૦ વર્લ્‌ડ કપમાં ટીમ ઈન્ડિયાએ આ ટીમ સાથે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. છેલ્લી વખત ૨૦૧૬ના ટી ૨૦ વર્લ્‌ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા તેના પ્રહારથી સહેજ બચી ગઈ છે. આ ટીમ અન્ય કોઈ નહીં પણ બાંગ્લાદેશ છે. જે દિગ્ગજ ટીમોમાંથી સૌથી મોટી ટીમોનો દિવસ હોય ત્યારે તેમને ધૂળ ખવડાવવાની ક્ષમતા ધરાવે છે. બાંગ્લાદેશે લગભગ દરેક વર્લ્‌ડ કપમાં ઘણી મોટી ટીમોનું સપનું તોડી નાખ્યું છે. બાંગ્લાદેશે ૨૦૦૭ની વનડે વર્લ્‌ડ કપમાં ભારતને હરાવીને ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું, ત્યારબાદ સચિન તેંડુલકરથી લઈને વિરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજાે નિરાશ થયા હતા. ૨૦૧૬ના ટી ૨૦ વર્લ્‌ડ કપમાં પણ બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર કરી દીધી હતી. પરંતુ ધોનીના ઐતિહાસિક રન આઉટથી ભારત બચી ગયું. ભારતે તે મેચ ૧ રનથી જીતીને ટુર્નામેન્ટમાં તેમની આશા જીવંત રાખી હતી. બાંગ્લાદેશની ગણના ક્રિકેટની મોટી ટીમોમાં થતી નથી. પરંતુ તેમ છતાં આ ટીમે ઘણા પ્રસંગોએ વિશ્વની શ્રેષ્ઠ ટીમોના દિલ તોડી નાખ્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશે ૫ ટી -૨૦ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને ૪-૧થી હરાવ્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને પાંચ મેચની ટી -૨૦ શ્રેણીમાં ૩-૨થી હરાવ્યું.

Related posts

ઓસ્ટ્રેલિયન ઓપન : રાફેલ નડાલે જારી રાખેલી આગેકૂચ

aapnugujarat

ત્રણેય ફોર્મેટમાં સિલેક્શન માટે ઉપલબ્ધ છું : ભુવનેશ્વર

editor

આઈપીએલનો થશે મેગા ઓક્શન

editor

Leave a Comment

UA-96247877-1