Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપન : રાફેલ નડાલે જારી રાખેલી આગેકૂચ

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનના રાફેલ નડાલે જોરદાર દેખાવ કરીને ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી લીધી છે. નડાલે સાડા ચાર કલાક સુધી ચાલેલી મેચમાં પોતાના હરીફ ખેલાડી આર્જેન્ટીનાના બિયાગો ઉપર ૬-૩, ૬-૭, ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. આ ઉપરાંત પુરુષોના વર્ગમાં બલ્ગારિયાના ડિમિત્રોવે પણ પોતાના હરિફ ખેલાડી ઉપર ૭-૬, ૭-૬, ૪-૬, ૭-૬થી જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં સતત પરાજિત થવાની પરંપરાને કેરોલિન વોઝનિયાકીએ અંત આણ્યો હતો. વોઝનિયાકીએ સ્લોવાકિયાની ખેલાડી ઉપર ૬-૩, ૬-૦થી જીત મેળવી હતી. ભારતને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે ડબલ્સમાં પેશ અને રાજાની જોડી હારી ગઈ હતી. બીજી બાજુ અન્ય સ્ટાર ખેલાડીઓએ જીત મેળવીને આગેકૂચ જારી રાખી હતી. આ વખતે હજુ સુધી કેટલાક મોટા ઉલટફેર થઇ ચુક્યા છે જેમાં રશિયાની ગ્લેમર ગર્લ મારિયા શારાપોવા અને અમેરિકાની વિનસ વિલિયમ્સની હાર થઇ ચુકી છે. પુરુષોના વર્ગમાં પણ કેટલાક મોટા ખેલાડી હારી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ ત્રણ પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોર્ટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન દિનપ્રતિદિન રોચક બની રહી છે.
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આગામી દિવસોમાં વધુ રોમાંચક બને તેવા સંકેત છે. કારણ કે પુરૂષોના વર્ગમાં રાફેલ નડાલ, રોજર ફેડરર અને નોવાક જોકોવિક વચ્ચે સીધી સ્પર્ધા છે. સર્બિયાનો નોવાક જોકોવિક પણ છ મહિનાના બ્રેક બાદ પરત ફર્યો છે. આવી સ્થિતીમાં તે કેવો દેખાવ કરે છે તે બાબત ઉપયોગી રહેશે. ચાહકો ભારે ઉસુક દેખાઇ રહ્યા છે. આ વખતે મુખ્ય સ્પર્ધા રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે જોવા મળી રહી છે. જેથી તમામ ટેનિસ ચાહકોની નજર પણ આ બન્ને ખેલાડી પર કેન્દ્રિત થઇ ગઇ છે. વર્લ્ડ નંબર વન ખેલાડી નડાલે વર્ષ ૨૦૦૯માં આ સ્પર્ધા જીતી લેવામાં સફળતા મેળવી હતી.

Related posts

हार के बाद बोले कोहली – हमें ड्राइव करने के लिए एक भी बॉल नहीं मिली

editor

कोहली ने RCB से खेलते हुए पूरे किए 6000 रन

editor

પીવી સિંધુની શાનદાર શરૂઆત, પ્રથમ મેચમાં ૨૧-૯થી જીત્યો મુકાબલો

editor

Leave a Comment

UA-96247877-1