Aapnu Gujarat
ગુજરાત

“વિશ્વ આવાસ દિન”ની ઉજવણી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
દર વર્ષે ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારની ‘વિશ્વ આવાસ દિન’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વિશેષ દિવસ માનવ આવાસની સ્થિતિ પર તથા પૂરતું આશ્રયસ્થાન મેળવવાના તમામ લોકોના મૂળભૂત અધિકાર પર ભાર મૂકે છે. વિશ્વ આવાસ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ ૧૯૮૬ માં કરવામાં આવી હતી અને પ્રથમ આવાસ દિવસની થીમ “આશ્રય મેળવવો મારો અધિકાર છે” રાખવામાં આવી હતી. જ્યારે આ વર્ષની થીમ “કાર્બન મુક્ત વિશ્વ માટે શહેરી કાર્યને વેગ” નક્કી કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે સહાય ચૂકવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં કુલ ૯,૧૯૨ આવાસોને મંજૂરી આપવામાં આવી છે, જે પૈકીના ૬,૪૮૭ આવાસ પૂર્ણ થઈ ચૂક્યા છે.

મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોમાંથી એક એટલે ઘરનું ઘર. પ્રવર્તમાન સમયમાં એક યોગ્ય ઘર હોવું તે દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે. વિશ્વ પર જ્યારે કોરોના મહામારીનું સંકટ આવ્યું ત્યારે સૌને ઘરે રહેવા જણાવાયું હતું. ત્યારે કોરોના મહામારીના આવા કપરા સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં આવાસની જરૂરિયાત તીવ્ર બની છે. ત્યારે બીજી બાજુ દેશમાં સંપત્તિ અને જમીનના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી પરવડતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૫ માં ભારત સરકારે ટકાઉ અને સસ્તા આવાસને પ્રોત્સાહન આપવા માટેની “પ્રધાનમંત્રી આવાસ યોજના” અમલીકૃત કરી હતી.

આ યોજના અંતર્ગત, કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂ .૧.૨૦ લાખની નાણાકીય સહાય પૂરી પાડે છે. જ્યારે ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે રૂ. ૧.૩૦ લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

લોકોના ઘરનું ઘરના સ્વપ્નને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવા માટેની સહાય આપવામાં આવી રહી છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-૨૦૧૬ થી સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં એટલે કે છેલ્લા ૫ વર્ષોમાં કુલ ૯,૧૯૨ આવાસોને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ દરમિયાન આવેલ અરજીઓમાંથી ૬,૪૩૧ આવાસ, વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૫૦૧ આવાસ, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૧,૯૯૨ આવાસ અને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માટે અત્યારસુધીમાં આવેલ અરજીઓમાંથી કુલ ૨૬૮ અરજીઓને આવાસ મંજૂરી આપવામાં આવી છે.

આમ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોતાનું ઘરના ઘરનું સ્વપ્ન સાચા અર્થમાં પરિપૂર્ણ થાય તે માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે આપણે પણ સૌ સ્વચ્છ ભારત મિશનમાં સહભાગી બની, પ્રત્યેક આવાસની સાથે શૌચાલય બને તે ધ્યાન રાખી, પોતાના આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીએ.

Related posts

બોડેલી તાલુકામાં સાંસદ ગીતાબેન રાઠવાએ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

aapnugujarat

જળશ્રી કૃષ્ણ – કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે વિના મુલ્યે કુંડા નું વિતરણ

aapnugujarat

મણિનગરને ખોખરા સાથે જોડતા દક્ષિણી અંડરપાસ બંધ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1