Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ માર્કેટકેપ સાથે દેશની નંબર-૧ કંપની બની

રિલાયન્સના શેરમાં તેજીનું અનુમાન છે. દેશની ટોચની ૧૦ કંપનીઓએ ગયા સપ્તાહે એમના બજાર મૂલ્યાંકનમાં કુલ ૧,૫૬,૩૧૭.૧૭ કરોડ રૂપિયાની વૃધ્ધિ કરી છે. દેશની સૌથી વધુ મૂલ્યવાન ફર્મ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ સોમવારે વધીને ૧૬,૦૦,૮૩૬.૧૮ કરોડ રૂપિયા પર પહોંચી હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં જબરદસ્ત તેજીનો દોર છે. સોમવારે બપોરે ૨.૨૩ વાગ્યે કામકાજમાં કંપનીનો શેર ૧.૬૩ ટકા વધીને ૨૫૨૯ રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં કંપનીનું માર્કેટ કેપ વધીને ૧૬ લાખ કરોડના આંકને આંબી ગયું છે. આ સપાટીએ પહોંચનારી રિલાયન્સ દેશની પ્રથમ કંપની છેે. પ્રાકૃતિક ગેસ અને કાચા તેલના આંતરરાષ્ટ્રીય ભાવ વધવાથી રિલાયન્સના નફામાં જાેરદાર તેજીની અપેક્ષા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સોમવારે બપોરના કામકાજમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર ૨૫૨૯ રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ અને નિફટીની તેજીમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનું પ્રમુખ યોગદાન છે. શુક્રવારે રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના બંધ ભાવના હિસાબે વર્ષ ૨૦૨૧ના પહેલા નવ મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર રોકાણકારોને ૨૫ ટકા રિટર્ન આપી ચૂક્યા છે. આ ગાળામાં જાે કે બેંચમાર્ક સૂચકાંકે ૨૬ ટકાનું રિટર્ન આપ્યું છે. આરઆઇએલના શેરમાં તેજીનું મુખ્ય કારણ કાચા તેલના વધેલા ભાવ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જીઆરએમમાં જાેરદાર ગ્રોથ નોંધાઇ શકે છે. એની કંપનીના નફા પર સીધી અસર થશે. વિશ્વભરમાં પ્રાકૃતિક ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર ૧ ઓકટોબરે ભાવ વધારા મુદ્દે ર્નિણય લઇ શકે છે. સઉદી અરામકો-રિલાયંસના ડીલ અંગે પણ જલદીથી નવાજૂનીની અપેક્ષા છે.

Related posts

ખાસ બિઝનેસ ટ્રાવેલર્સ માટે રેલવે શરૂ કરશે ઓવરનાઈટ (રાતની) ટ્રેન – ઉદય એક્સપ્રેસ

aapnugujarat

Zebronics launches vintage design in modern outlook, portable wireless speaker ‘Buddy’ for Rs.1699/-

aapnugujarat

डिजिटल इंडियाः २५००० वाईफाई लगाएगा बीएसएनएल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1