ઉદ્યોગપતિઓ, વેપારીઓને આકર્ષિત કરવા માટે રેલવે તંત્ર ટૂંક સમયમાં રાતની (ઓવરનાઈટ) ડબલ-ડેકર ટ્રેન શરૂ કરવાનું છે, જે આધુનિક સુવિધાઓથી સંપન્ન હશે.રેલવે તંત્રે આ નવી ટ્રેનને ઉદય એક્સપ્રેસ નામ આપ્યું છે.રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું છે કે આ નવી ટ્રેન મહાનગર કેન્દ્રોને જોડનારી હશે.
ઉદય એક્સપ્રેસમાં બિઝનેસ ટ્રાવેલર્સ રાતે મુસાફરી શરૂ કરશે અને સવારે એમના મુકામે પહોંચી જશે જેથી એમનો હોટેલમાં રાતવાસો કરવાનો ખર્ચ બચી જશે.
નવી ઉદય એક્સપ્રેસ ટ્રેનમાં સુધારિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.રેલવે તેના પ્રવાસીઓને ટ્રેનમાં વધારે સારી સુવિધાઓ પૂરી પાડવા માટે અનેક યોજનાઓ હાથ ધરી છે. પછી એ કેટરિંગને લગતી હોય, ટિકિટ બુકિંગ હોય, ડબ્બાઓની સફાઈ હોય વગેરે. આ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી રેલવેમાં સ્માર્ટ રીતે હાથ ધરવામાં આવી રહી છે.
પાછલી પોસ્ટ