વિશ્વ બેંકનું અનુમાન છે કે, ૨૦૧૭ માં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદની વૃદ્ધિ ૭.૨ ટકા રહેશે, જે ૨૦૧૬ માં ૬.૮ ટકા રહ્યું હતું. વિશ્વ બેંકનું કહેવું છે કે, ભારત નોટબંધીનાં વિપરીત પ્રભાવથી બહાર આવી રહ્યું છે.
વિશ્વ બેંકે જાન્યુઆરીનાં અનુમાનનું સરખામણીમાં ભારતનાં વૃદ્ધિ દરનાં આંકડાને ૦.૪ ટકા સંશોધિત કર્યા છે. તેમજ ભારત દુનિયાની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા બની છે, વિશ્વ બેંકનાં અધિકારીઓ અનુસાર ચીનનાં વૃદ્ધિ દરમાં ૨૦૧૭ નાં અનુમાનને ૬.૫ ટકા પર કાયમ રાખ્યું છે. તેમજ ૨૦૧૮ અને ૨૦૧૯ માં ચીનનો વૃદ્ધિ દર ૬.૩ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.
વિશ્વ બેંકે પોતાની તાજા વૈશ્વિક આર્થિક સંભાવનાઓમાં ૨૦૧૮ માં ભારતનો વૃદ્ધિ દર ૭.૫ ટકા અને ૨૦૧૯ માં ૭.૭ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.
જાન્યુઆરી, ૨૦૧૭ નાં અનુમાનની સરખામણીએ ૨૦૧૮ માં ભારતનાં વૃદ્ધિ દરનાં અનુમાનમાં ૦.૩ ટકા તથા ૨૦૧૯ માં ૦.૧ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. વિશ્વ બેંકે કહ્યું છે કે, ભારતનાં વૃદ્ધિ દરના અનુમાનમાં થયેલ ઘટાડો મુખ્ય રીતે ખાનગી રોકાણમાં કેટલાક નરમ સુધારા છે.લ્લેખનીય છે કે, સરકારે ૮ નવેમ્બરે ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટ અચાનક જ ચલણમાંથી બહાર કરી દીધી હતી. નોટબંધીનાં કારણે અર્થવ્યવસ્થા પર પડતા પ્રભાવને ધ્યાનમાં રાખીને કેટલીક સંશોધન સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૧ ટકાથી ઓછો રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.