ભારત અને પાકિસ્તાનમાં અન્ય કોઇ સમાનતા હોય કે નહી પરંતુ હવામાનનો મિજાજ હાલના દિવસોમાં એકસમાન જ છે. ભારતના અનેક ભાગોમાં હાલના દિવસોમાં ભયંકર ગરમી, અત્યંત તેજ તડકો અને લુ ના લીધે ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પાડોશી દેશ પાકિસ્તાન ગરમીના લીધે તોબા પોકારી ગયો. કેટલાક સ્થળોએ તાપમાન ૫૨ ડિગ્રીએ પહોંચ્યું છે.
પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વાના કેટલાક શહેરોમાં ગરમી અને વધારે પ્રમાણના તાપમાનના જુના રેકોર્ડ તોડી નાખ્યા છે.પંજાબના નૂરપુર થાલ અને ભક્કરમાં પારો ૫૨ ડિગ્રીએ પહોંચ્યો છે.
પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. માલુમ થાય કે હાલમાં ઇસ્લામિક કેલેન્ડરના હિસાબથી રમજાનનો મહિનો ચાલી રહ્યો છે. આટલા ગરમીના પ્રકોપના કારણે રોજા રાખતા લોકોને પણ અસુવિધા થઇ રહી છે.ખૈબર પખ્તૂનખ્વાના ડેરા ઇસ્લાઇલ ખાન અને સિબ્બીમાં તાપમાન ૫૧ ડીગ્રી નોંધવામાં આવ્યું છે. સરગોધા અને રિસાલપુરમાં તાપમાન ૫૦ ડિગ્રી અને મિનાવાલી તેમજ ડેરા ગાજીખાનમાં તાપમાન ૪૯ ડિગ્રી નોંધવામાં આવ્યું. મેદાની વિસ્તારો ઉપરાંત પાકિસ્તાનના પહાડી વિસ્તારોમાં પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વધુ ગરમીના કારણે પહાડી વિસ્તારમાં બરફ અને ગ્લેશિયર ઓગળી રહ્યા છે.લાહોરમાં વધુમાં વધુ તાપમાન ૪૬ ડિગ્રી હતું અને દિવસભર લૂનો પ્રકોપ રહ્યો. આ શહેરોની સરખામણીએ કરાચી સારા પ્રમાણમાં ઠંડુ હતું અને હવાની દિશા બદલવાના કારણે ત્યાંનું તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું.
પાછલી પોસ્ટ