Aapnu Gujarat
બ્લોગ

સોનિયા ગાંધી કોંગ્રેસમાં સાફ સફાઈ કરી પુનરોદ્ધાર કરી શકશે…..?

વડાપ્રધાન મોદીજીએ ગુજરાત સરકારમાં જે રીતે સમગ્ર સરકારમાં મુખ્યમંત્રીથી લઈને સંપૂર્ણ મંત્રીમંડળમાં બદલાવ કરી નાખ્યો તેનાથી આમ પ્રજામાં એક સારો સંદેશ ગયો છે. પ્રજામાં નવા મુખ્યમંત્રી અને પ્રધાનોને લઈને નવી આશા જન્મી છે. પરંતુ સરકાર દ્વારા જે જાહેરાતો થઇ છે તેનો અમલ યુધ્ધના ધોરણે થાય તો જ મોદીજીના લેવામાં આવેલ એક્શનનો ફાયદો સરકારને મળી શકે છે. બાકી તો અગાઉ રૂપાણી સરકારમાં અનેક જાહેરાતો થઈ પરંતુ તેનો લાભ આમ પ્રજાને કેટલો પહોંચ્યો તે અભ્યાસનો વિષય છે…..! કરણ આમ પ્રજામાં સરકાર પ્રત્યે ભરપૂર પ્રમાણમાં નારાજગી ફરી વળી હતી….. અને હવે સોનિયા ગાંધી પણ મોદીજીના રસ્તે જઈ રહ્યા છે. તેઓએ પંજાબ સરકારમાં સૌપ્રથમ સાફ-સફાઈની શરૂઆત કરી છે. જેનાથી ત્યાંની પ્રજા ખુશ છે. કોંગ્રેસમાં વર્ષોથી એક જ સ્થાને ચીપકી રહેલાઓએ બીજી કેડર ઊભી થવા દીધી ન હતી. પરિણામે સારા, સ્વચ્છ, મહેનતુ અને પક્ષને વફાદાર કાર્યકરો કે નેતાઓને માટે આગળ વધવાનો રસ્તો જ હતો નહી. કોંગ્રેસમાં વર્ષોથી જે તે પદ, ણહોદ્દા પર ચોંટી ગયેલા નેતાઓ કે હોદ્દેદારો પોતાની મુનસુફી ચલાવ્યે રાખતા જેની અસર આમ કાર્યકરો ઉપર થઈ હતી જેના પરિણામે કોંગ્રેસમા કાર્યકરો ઘટવા લાગ્યા હતા. અને નેતાઓની ફોજ ઉભી થઈ ગઈ હતી….. જેનું પરિણામ કોંગ્રેસને કેટલાક રાજ્યોમાં મળી ગયું… અને કેટલાક રાજ્યોમાંથી સત્તા ગુમાવી દીધી.જે પૈકી કેટલાક તકવાદીઓને કારણે પણ ચાર-પાંચ રાજ્યમાં સત્તા ગુમાવી દીધી હતી…… અને ભાજપમાં આવા પ્રકારની કોંગ્રેસ નીતિનો પ્રારંભ થતા મોદીજીને અણસાર મળી ગયો. એક સમયે આમ પ્રજામાં ભાજપ ભાજપ હતું તે ગુંજનોમાં કમી આવવા લાગી અને એ પણ એ હદે પહોંચી ગઈ કે આમ પ્રજામાં ભાજપ પ્રત્યે નફરતનુ મોજૂ ફરી વળ્યુ જેની સંપૂર્ણ જાણકારી મોદીજી અને તેમના ખાસ સાથી નેતાઓને થતા તેઓએ આકરા પગલા લેવાની શરૂઆત ગુજરાતમાંથી કરી અને તેનું પરિણામ પોઝીટીવ આવ્યું છે. અને આ બાબત સમજીને સોનિયા ગાધીએ પંજાબમાં સાફ સફાઈ કરી ગણતરી પૂર્વક દલિત સમાજ અને વિસ્તારના મુખ્ય મંત્રીની નિયુક્તિ કરી કેપ્ટન અને સિદ્ધુની બોલવાની તક પણ છીનવી લીધી઼…..!
પંજાબમાં કેપ્ટન અમરિંદર અને સિદ્ધુ વચ્ચે જાેરદાર નિવેદનબાજી ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસમાં તેની અસર નથી છતાં તેની નોંધ લેવામાં આવી છે અને જાે કેપ્ટન નહી સમજે તો મોટી સાફ સફાઈ થઈ શકે છે. હવે સાફ સફાઈ માટેનો વારો ગુજરાતનો છે. ગુજરાતમાં વરસોથી ચીટકી પડેલા અને ખાઈ બદેલા નેતાઓની સાફ સફાઈ કરવાનું પણ કોંગ્રેસ મોવડીમંડળે નક્કી કરી લીધું છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા આકરા પાણીએ છે. ગુજરાતમાં કોંગ્રેસની ભાજપ સાથેની સાંઠગાંઠ સહિતની, નેતાઓની નીતી રિતીની તમામ વિગતો તેઓની પાસે પહોંચી ગઈ છે. એટલે આગામી સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર નિશ્ચિત છે જે છેક ગ્રામ્ય સ્તરે અસરકર્તા હશે જેમા નવા કાર્યકરોને મહત્વ આપવામાં આવશે તો સરકારમાં વિપક્ષ પદો પર પણ લગભગ નવાઓને સ્થાન આપવાનો ર્નિણય કોંગ્રેસમાં લેવાઈ ગયો છે. જ્યારે કે રાજસ્થાનમાં પણ સરકારમાં ફેરફાર કરવાનું મન કોંગ્રેસ નેતાગણે બનાવી લીધું છે. એટલે કે ગેહલોત જશે તે નિશ્ચિંત પરંતુ જૂના નેતાઓ પૈકી સ્વચ્છ ઈમેજ ધરાવતા નેતાઓ સલામત રહેશે. તો કેટલાક નવાબને સ્થાન પણ મળશે….. ટૂંકમાં કોંગ્રેસનો કાયાકલ્પ કે પુનરાધ્ધોર કરવા સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકાએ મન બનાવી લીધું છે….. ત્યારે રાજકીય પંડિતોના ચર્ચા છે કે કોંગ્રેસને હવે સાચા માર્ગદર્શક મળી ગયા લાગે છે. જાેકે રાહુલ ગાંધીએ સલાહકારો બદલવાની જરૂર છે….નહી તો તેમને થતું કે થનાર નુકસાન કોઈ રોકી શકે તેમ નથી…..!

Related posts

મોદી અને રાહુલની તેજાબી કસોટી

aapnugujarat

રોકાણોને લીધે થયેલાં નુકસાનથી બચવા ૨૦૧૮માં ધ્યાન રાખો

aapnugujarat

BEAUTIFUL LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1