Aapnu Gujarat
બ્લોગ

રોકાણોને લીધે થયેલાં નુકસાનથી બચવા ૨૦૧૮માં ધ્યાન રાખો

કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં શેર માર્કેટે તમામ તકોને ઝડપીને નોંધપાત્ર આગેકૂચ કરી છે અને તેના પરિણામે સૂચકાંકો ૨૮ ટકા વધ્યાં છે. વર્ષ ૨૦૧૮માં પણ બજારની તેજી આગળ વધવાની પૂર્ણ શક્યતા છે. સેન્સેક્સ ૩૨૫૬૫ અને નિફ્ટી ૧૦૦૩૩ના હાયર બોટમ ઉપરથી બાઉન્સ બેક થતાં કરેક્શન સમાપ્ત થયું છે અને જો સૂચકાંકો હાયર બોટમની ઉપર જળવાઇ રહેશે તો નિફ્ટી ૧૦૯૪૭-૧૧૨૯૩-૧૧૪૧૩ના ટાર્ગેટ્‌સને હાંસલ કરે તેવી અપેક્ષા રાખી શકાય.સાપ્તાહિક ચાર્ટ ઉપર બંન્ને સૂચકાંકોએ સ્મોલ વ્હાઇટ બોડી સ્ટાર ફોર્મેશન બનાવ્યું છે. દૈનિક ચાર્ટ ઉપર સેન્સેક્સ અને નિફ્ટીએ બિગ ઓપનિંગ વ્હાઇટ બોડી મારુબુઝોનું નિર્માણ કર્યું છે. આમ દૈનિક અને સાપ્તાહિક કેન્ડલસ્ટિક પેટર્ન નજીકના સમયગાળામાં તેજી તરફી વલણની શક્યતા વ્યક્ત કરે છે.બંને સૂચકાંકોએ દૈનિક અને સાપ્તાહિક ચાટ્‌ર્સ ઉપર બુલિશ પેટર્ન પૂર્ણ કરી છે. દૈનિક ચાર્ટ ઉપર બંને સૂચકાંકોએ બુલિશ સોસર ફોર્મેશન પૂર્ણ કર્યું છે અને તે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૫૧૬૫ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૯૪૭ છે. સાપ્તાહિક ચાર્ટ ઉપર બુલિશ ફ્લેગ પેટર્ન પૂર્ણ થઇ છે અને તે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૫૬૪૯ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૧૨૯૩ છે.સાપ્તાહિક ફોર્મેશનમાં બંને સૂચકાંકોએ કપ એન્ડ હેન્ડલ ફોર્મેશન પૂર્ણ કર્યું છે, જે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૪૬૭૭-૩૭૫૫૪ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૫૩૬-૧૧૪૧૩ છે. જો આપણે વર્ષ ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાનની સાત વર્ષની કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનને ધ્યાનમાં લઇએ તો તે પેટર્ન પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૪૭૧૫ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૪૬૨ છે. આમ મધ્યમગાળામાં સેન્સેક્સ ૩૪૬૭૭-૩૪૭૧૫ અને નિફટી ૧૦૪૬૨-૧૦૫૩૬ના ટાર્ગેટ્‌સને હાંસલ કરે તેવી અપેક્ષા છે.
ચાર સપ્તાહ પહેલાં સૂચકાંકોએ ક્લાસિક બેઅર ટ્રેપનો સામનો કર્યો હતો. આના પરિણામે સેન્સેક્સ ૩૨૫૬૫ અને નિફ્ટી ૧૦૦૩૩ના હાયર બોટમને સ્પર્શ્યા હતાં. આ સપોર્ટ સ્તરેથી માર્કેટ બાઉન્સ બેક થયું હતું. લક્ષ્યાંકો હાંસલ કરવા માટે માર્કેટ આ સ્તરોની ઉપર જળવાઇ રહે તે આવશ્યક છે.આ સપ્તાહે બંને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૩૪૨૪ અને નિફ્ટી – ૧૦૩૨૨)ની ટૂંકાગાળાની સરેરાશ તથા ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૩૩૩૦ અને નિફ્ટી – ૧૦૩૧૫)ની મધ્યમગાળાની સરેરાશ ઉપર જળવાયેલા રહ્યાં. આ ઉપરાંત સૂચકાંકો ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૧૬૩૮ અને નિફ્ટી – ૯૮૧૭)ની લાંબાગાળાની સરેરાશ ઉપર પણ જળવાયેલા રહ્યાં છે. આમ ટૂંકા અને મધ્યમગાળાના વલણમાં આગેકૂચ તથા લાંબાગાળે તેજીની શક્યતા જોવા મળી રહી છે.એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંને ખરીદી મોડમાં છે. આરએસઆઇ (૬૩) તેજીની આગેકૂચ દર્શાવે છે. જોકે, એડીએક્સ ઉપર તેજીની અસર વર્તાઇ નથી અને તે કોન્સોલિડેશનની સંભાવના દર્શાવે છે. એમએફઆઇ (૫૪) બજારમાં નાણાનો સકારાત્મક પ્રવાહ દર્શાવે છે. ઓબીવી ખરીદી મોડમાં જળવાયેલા છે. આમ ઓસિલેટર્સ નજીકના સમયગાળામાં તેજી તરફી વલણની સંભાવના વ્યક્ત કરે છે.જાન્યુઆરી શ્રેણી માટેના ઓપ્શન આંકડા અનુસાર ૧૧,૦૦૦ની સ્ટ્રાઇક ઉપરહાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ અને ૧૦૩૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપ જોવા મળવાની શક્યતા છે. આમ ઓપ્શન આંકડા ૧૧૦૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૦૩૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જ સૂચવે છે.વર્ષ ૨૦૧૭માં લેટ રિટર્ન(આઈટીઆર) ફાઈલ કરવા બદલ થયેલી દંડની જોગવાઈ, આધારના વધી રહેલી વપરાશ અને વ્યાજદરમાં થયેલા ઘટાડા સહિત એવી અનેક ઘટનાએ આકાર લીધો કે જેને કારણે આપણા વ્યક્તિગત નાણાકીય વ્યવહારો અવરોધાય. વર્ષ ૨૦૧૭ની આવી ઘટનાઓ પર એક નજર નાખીને વર્ષ ૨૦૧૮માં રાખવા જેવી તકેદારી વિષે થોડી જાણકારી મેળવીએ.
આવકવેરાના ફેરફાર
વર્ષ ૨૦૧૭નું બજેટ રજૂ કરતી વખતે સરકારે રૂપિયા અઢી લાખથી પાંચ લાખ સુધીની આવક ધરાવનારાં જૂથ માટે વેરાકીય દર ૧૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યા છે. રૂપિયા ૨.૫ લાખથી ૩.૫ લાખની આવક ધરાવનારા જૂથ માટે કલમ ૮૭એ હેઠળ મળતા રિબેટમાં કાપ મૂકીને રૂપિયા ૫,૦૦૦થી ઘટાડીને ૨,૫૦૦ કર્યું છે. રૂપિયા ૫૦ લાખથી ૧ કરોડ વચ્ચેની આવક ધરાવનારાઓએ તેમના કુલ વેરા પર ૧૦ ટકા સરચાર્જ પણ ભરવાનો થાય છે, અર્થાત્‌ આવકવેરાના માળખામાં ઘણા ફેરફાર થયા છે.
વર્ષ ૨૦૧૮માં તકેદારી રાખો : વર્ષ ૨૦૧૮માં ૨૦૧૭ -૧૮ માટેનું રિટર્ન ફાઈલ કરતી વખતે કરવેરાના નવા માળખા મુજબ કર અને રિબેટની ગણતરી કરવા તકેદારી રાખો.
આઈટીઆર લેટ થતાં દંડ : આઈટીઆર ફાઈલ કરવામાં વિલંબ થતાં મહત્તમ રૂપિયા ૧૦,૦૦૦ સુધીના દંડની જોગવાઈ છે. ૧લી એપ્રિલ, ૨૦૧૮થી આ જોગવાઈ અમલી બનશે. વિલંબની મુદત પ્રમાણે દંડની જોગવાઈ છે. મુદત વીત્યા પછી ૩૧ ડિસે. સુધીમાં રિટર્ન ફાઈલ થતાં રૂપિયા ૫,૦૦૦ અને તે પછી રિટર્ન ફાઇલ કરનારને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ થશે.
વર્ષ ૨૦૧૮માં તકેદારી રાખો : પહેલાં આવી જોગવાઈ નહોતી તેવામાં રિટર્ન મુદતમાં ભરો અને દંડથી બચો.
મ્યુચ્યુઅલ ફંડનું નવું વર્ગીકરણ : સેબીએ ફંડ હાઉસને રોકાણકર્તા સ્કીમ વિષે સમજીવિચારીને નિર્ણય લઈ શકે તે હેતુસર તેમની સ્કીમનું યોગ્ય વર્ગીકરણ સૂચના આપી છે. ફંડ હાઉસને તેમની સ્કીમને ઇક્વિટી સ્કીમ, ડેબ્ટ સ્કીમ, હાઇબ્રિડ સ્કીમ,સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ, અન્ય સ્કીમ તે રીતે વર્ગીકૃત કરવા જણાવ્યું છે.
વર્ષ ૨૦૧૮માં તકેદારી રાખો : લાર્જ- કેપ ફંડ, મીડ એન્ડ સ્મોલ કેપ સ્ટોકની પુરી સમજ કેળવીને રોકાણ કરવું રહ્યું.
નાની બચત યોજના વ્યાજમાં ઘટાડો : વીતેલા એર વર્ષથી નેશનલ સેવિંગ સર્ટી., સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસપત્ર અને પીપીએફ પરના વ્યાજદરમાં ઘટાડો થયો છે. પોસ્ટ ઓફિસ બચત ખાતા વ્યાજદર યથાવત્‌ ચાર ટકા જળવાઈ રહ્યા છે, જોકે આ યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો થયો હોવા છતાં આ વ્યાજદર પણ બેન્ક થાપણો પર મળતા વ્યાજથી ઊંચા જ છે, એટલું જ નહીં પણ કેટલીક યોજના તો કલમ ૮૦ સી હેઠળ આવકવેરા કપાતના લાભ પણ ધરાવે છે.
વર્ષ ૨૦૧૮માં તકેદારી રાખો : સલામત આવક માટે નાની બચત પર નજર રાખો.
બચત ખાતા પરના વ્યાજમાં ઘટાડો : નોટબંધી પછી ચલણમાં ફરી રહેલું ૮૫ ટકા નાણંુ બેન્કમાં જમા થયું હતું. બેન્ક સિસ્ટમમાં સરપ્લસ લિક્વિટિડી વધતાં બેન્કોએ બચત ખાતા પરના વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો. જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ બચત ખાતા પરના વ્યાજદર ચાર ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કર્યો હતો.
વર્ષ ૨૦૧૮માં તકેદારી રાખો : બચત ખાતા નાણાં આઇડલ ના રાખો. તેનું રોકાણ કરો તે હિતાવહ રહેશે.
નાણાકીય સેવા પર જીએસટી : બેન્કિંગ અને વીમા સેવા પર અગાઉ ૧૫ ટકા વેરો લાગતો હતો. હવે ૧૮ ટકા જીએસટી અમલી છે. ત્રણ ટકાનો વધારો નાણાકીય સેવાઓને મોંઘી કરશે. રિયલ એસ્ટેટ સેક્ટર હજી જીએસટીની મર્યાદામાં નથી પરંતુ આવાસ સહિતની બાંધકામ પ્રવૃત્તિ પર ૧૨ ટકા જીએસટી અમલી છે. બાંધકામ હેઠળના પ્રોજેક્ટ તેથી પ્રભાવિત થશે. રેડી ટુ મૂવ પ્રોપર્ટી કરતાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટ મોંઘાં થઈ શકે છે.
વર્ષ ૨૦૧૮માં તકેદારી રાખો : સેવા પર તમને મહત્તમ ડિસ્કાઉન્ટ મળે અને મોટી ચુકવણી વગેરે પર દંડથી બચાય તેની તકેદારી રાખો.
૮ ટકા ગેરંટી રિટર્ન સાથેની પેન્શન યોજના : મે ૨૦૧૭માં સરકારે ૬૦ વર્ષ તેનાથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે વડા પ્રધાન વય વંદના યોજના અમલી બનાવી હતી. ૩ મે, ૨૦૧૮ સુધી યોજનાનો લાભ લઈ શકાશે. એલઆઈસીના માધ્યમથી તે યોજનાનો લાભ લઈ શકાય છે અને તે યોજના ર્વાષિક આઠ ટકાના વળતરની ખાતરી આપે છે. દશ વર્ષ સુધી માસિક પ્રીમિયમથી તે મેળવી શકાય છે. યોજના પર જીએસટી પણ અમલી નથી.
વર્ષ ૨૦૧૮માં તકેદારી રાખો : મોટાભાગની બેન્ક થાપણો (એફડી) હાલમાં ઓછું વળતર આપે છે તેવામાં આ યોજના પર પસંદગી ઉતારી શકાય.
ડિસેમ્બર નિફ્ટીની એક્સ્પાયરી ૧૦,૫૦૦ના લેવલ ઉપર ટ્રેડ થતી બંધ આપી. ડેરિવેટિવ્સમાં ડિસેમ્બર એક્સ્પાયરી (ગુરુવાર)ના આગલા સેશનમાં માર્કેટમાં નવી ઓલટાઈમ ૧૦,૫૫૦નો હાઈ જોવા મળ્યો અને ગુરુવારે નિફ્ટી ડિસેમ્બર ફ્યૂચર ૧૦,૫૦૦ના ઉપરના લેવલ પર ટ્રેડ કરી એક્સ્પાયર થતું બંધ આપ્યું. ગયા સપ્તાહમાં નિફ્ટીની મૂવમેન્ટ એક સીમિત દાયરામાં રેન્જ બાઉન્ડ બનેલી રહી. ડિસેમ્બર એક્સ્પાયરીમાં ગયા સપ્તાહમાં એફઆઈઆઈ દ્વારા ૨૮૦૦ કરોડથી વધુનું નેટ બાઈંગ જોવા મળ્યું અને ગુરુવાર બાદ શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જાન્યુઆરી એક્સ્પાયરીમાં એક જ સેશનમાં એફઆઈઆઈ દ્વારા ૩૫૭૭ કરોડનું નેટ બાઈંગ ડેરિવેટિવ્સમાં થતું જોવા મળ્યું. ફક્ત ઓપ્શનમાં ખાસ કરીને ઈન્ડેક્સ ઓપ્શનમાં ૨૨૦૦ કરોડથી વધુનું ફ્રેશ બાઇંગ જાન્યુઆરી એક્સ્પાયરીમાં થયું. ગયા સપ્તાહમાં આર કોમમાં ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ૯૦ ટકાથી ૧૦૦ ટકાની આસપાસ ટ્રેડ થતી જોવા મળી. આર કોમનો લોટ સાઈઝ ૧૪,૦૦૦ છે અને હાલ જાન્યુઆરી એક્સ્પાયરીમાં એટ-ધી-મની ૩૦, ૩૨.૫૦, ૩૫, ૩૭.૫૦, ૪૦ અને છેલ્લી સ્ટ્રાઈક ૪૨.૫૦ના પ્રીમિયમ અનુક્રમે ૭.૪૦ રૂ., ૫.૯૦ રૂ., ૪.૮૦ રૂ, ૩.૬૫ રૂ., ૩૦.૦૫ રૂ. અને ૨.૪૦ રૂ. બંધ આપ્યા જેમાં ૧૪,૦૦૦ના લોટ સાથે ટ્રેડ કરવું જોખમકારક છે. ફ્યૂચરની મૂવમેન્ટ ઘટતા તેમાં ૫૦ પૈસાથી ૨ રૂ. સુધી ઘટાડો થઈ શકે છે. આ સલાહ નવી સ્ટ્રાઈક પ્રાઈસ ખૂલતી જોવા મળશે, પરંતુ હાલ સૌથી વધુ ૧.૯૨ કરોડથી ઓપન ઈન્ટ્રેસ ૪૦ની કોલ ઓપ્શન સ્ટ્રાઈક પર નોંધવામાં આવ્યું છે. જેમાં ૧૧૨ ટકા ઈમ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થઈ રહી છે.
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં નિફ્ટી ઈન્ડેક્સમાં ૧૦,૦૦૦ અને ૧૦,૩૦૦ના પુટ ઓપ્શનમાં ૪૩.૧૨ અને ૪૫.૮૯ લાખનું ઓપન ઈન્ટ્રેસ બની ચૂક્યું છે. તો કોલમાં ૧૦,૭૦૦ અને ૧૧,૦૦૦ની સ્ટ્રાઈક પર અનુક્રમે ૩૦.૧૪ લાખ અને ૩૭.૧૨ લાખનું ઓપન ઈન્ટ્રેસ થયું છે. આમ નિફ્ટી ઈન્ડેક્સ એક નવી રેન્જમાં જઈ શકે છે

Related posts

યુ.એસ.એ દક્ષિણ ચીન સમુદ્ર પર ચીનના દાવાને નકારી કાઢતા ચીન રોષે ભરાયું

editor

નેતાઓની લડાઈમાં ભોગ લેવાયો શ્રીલંકાના નાગરિકોનો

aapnugujarat

પુરૂષોને તેમનાં કરતાં ઓછી વયની મહિલા પસંદ પડે છે : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1