Aapnu Gujarat
મનોરંજન

પદ્માવત નામથી ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રજૂ થશે

સંજય લીલા ભણશાલીની ભારે ચર્ચા જગાવનાર ફિલ્મ પદ્માવતની રજૂઆત માટેની તારીખ આખરે નક્કી થઇ ગઇ છે. પહેલા ફિલ્મનું નામ પદ્માવતી રાખવામાં આવ્યુ ંહતું હવે ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરી દેવામાં આવ્યું છે. લાંબા સમય સુધી વિવાદમાં રહ્યા બાદ આ ફિલ્મ હવે ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવશે. આ પહેલા ફિલ્મને પહેલી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના હતી પરંતુ વિવાદ અને તોફાનોના કારણે તેની રજૂઆતને ટાળી દેવામાં આવી હતી. ત્યારબાદ સેન્સર બોર્ડે ફિલ્મ દર્શાવવા માટે એક પેનલની રચના કરી હતી જેમાં ઇતિહાસકારોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સ્ક્રીનિંગ બાદ ફિલ્મને પાંચ સુધારા પછી યુએ પ્રમાણપત્રની સાથે રજૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ ફિલ્મમાં અતિ મહત્વપૂર્ણ પાંચ સુધારા કરવામાં આવ્યા છે. આ પહેલા ફિલ્મને ૧૨મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવાની યોજના હતી પરંતુ હવે આને ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. યુએ પ્રમાણપત્ર માટે ફિલ્મમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં એક બોર્ડ લગાવવામાં આવશે જેમાં દર્શાવવામાં આવશે કે ફિલ્મ ઐતિહાસિક તથ્યોની વાસ્તવિકતાના દાવા કરતી નથી. ફિલ્મનું નામ પદ્માવતીથી બદલીને પદ્માવત કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના લોકપ્રિય ગીત ઘુમરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઘુમરના ગીતમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ખોટા અને ભ્રમિત કરનાર ઐતિહાસિક તથ્યોમાં અને સ્થળોમાં ફેરફાર કરવામાં આવશે. ફિલ્મમાં એવું પણ દર્શાવવામાં આવશે કે આ ફિલ્મ કોઇ પણ પ્રકારથી સતિપ્રથાનું સમર્થન કરતી નથી. તમામ ફેરફારો વચ્ચે હવે આ ફિલ્મને રજૂ કરવાનો નિર્ણય કરાતા અટકળોનો અંત આવી ગયો છે.

Related posts

લવ લાઇફ માટે ટાઇમ નથી : ભૂમિ

aapnugujarat

આર.કે. સ્ટુડિયો વેચવાની તૈયારી

aapnugujarat

નવી બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં શ્રદ્ધા કપુર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1