Aapnu Gujarat
બ્લોગ

પુરૂષોને તેમનાં કરતાં ઓછી વયની મહિલા પસંદ પડે છે : સર્વે

ફિનલેન્ડમાં હાલમાં જ કરવામાં આવેલા એક મનૌવિજ્ઞાનના એક ફંડામેન્ટલ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરૂષોને પોતાના કરતા નાની વયની મહિલાઓ વધારે પસંદ પડે છે. પુરૂષો પોતાની વયની જેટલી અથવા તો પોતાના કરતા મોટી વયની મહિલાઓને પણ પસંદ કરે છે. જો કે વાત જ્યારે ૨૦થી ૬૦ વર્ષની વયના પુરૂષોની કરવામાં આવે તો મોટા ભાગના પુરૂષો તેમના કરતા નાની વયની મહિલાઓને પસંદ કરે છે. બીજી બાજુ મહિલાઓને લઇને પણ તેમની પસંદ અંગેની બાબત સપાટી પર આવી ચુકી છે. મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ પોતાની વય કરતા વધારે મોટી વયના પુરૂષોને પસંદ કરે છે. અથવા તો પોતાની વયની આસપાસના પુરૂષોને જ પસંદ કરે છે. ફિનલેન્ડના તુર્કુ શહેરમાં સ્થિત અબો એકેડમી યુનિવર્સિટીના લોકો દ્વારા અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક રસપ્રદ તારણ સપાટી પર આવ્યા હતા. અભ્યાસના કોઇ તારણ પર પહોંચતા પહેલા ૨૬૫૫ લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતના આધાર પર તારણ તૈયાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે પસંદના મામલે પુરૂષો મહિલા કરતા આગળ છે. પુરૂષો પસંદગી કરતી વેળા વધારે બાબતો તરફ ધ્યાન આપે છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકોની પાસે પસંદગી અને પોતાની ઇચ્છાની સ્વતંત્રતા પણ હતી. ભારત જેવા પૂર્વીય સમાજની જેમ રિવાજમાં બંધાયેલા કોઇ પુરૂષ અને મહિલાઓ ન હતી. રિસર્ચમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે દરેક વયમાં પુરૂષોની ઇચ્છાશક્તિ મહિલાઓ સાથે જોડાયેલી રહે છે. દરેક વયમાં પુરૂષને યુવાન મહિલામાં વધારે રસ રહે છે. પરંતુ વય વધવાની સાથે સાથે વધારે વયની મહિલાઓ પણ તેમની પસંદમાં સામેલ થતી જાય છે. પુરૂષની પસંદ કેટલીક બાબતને ધ્યાનમાં લઇને નક્કી કરવામાં આવી છે. સ્ત્રી અથવા તો મહિલાઓની પસંદ પોતાની સંભિવત સંતાનના ઉછેરની ચિંતા દ્વારા નક્કી કરવામાં આવે છે. રિસર્ચમાં મહિલાઓની પસંદના મામલે હદ ટુંકી હોવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા છે. તેમના માટે આ વાત મન સુધી મર્યાદિત હોવાના બદલે હાલ હાલ સુધી શરીરમાં થનાર ફેરફારો સાથે પણ સંબંધિત છે. જેથી મહિલાઓ પસંદગીના મામલે વધારે સાવધાન રહે છે. જો કે વાત માત્ર વાતચીત સુધી મર્યાદિત હોય તો તેમની પસંદગીની હદ પુરૂષો કરતા ખુબ વધારે છે. થોડાક સમય પહેલા અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અન્ય અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાઓ દિવસભર દરમિયાન આશરે ૨૦ હજાર શબ્દો બોલે છે. જ્યારે પુરૂષો ૧૩ હજાર શબ્દોથી કામ ચલાવે છે.અભ્યાસના તારણથી કેટલીક નવી રસપ્રદ બાબત સપાટી પર આવી છે. કેટલાક તારણથી મહિલાઓ સંતોષજનક દેખાઇ રહી નથી. કેટલાક નિષ્ણાંતો અભ્યાસના તારણ સાથે હજુ સહમત દેખાયા નથી.

Related posts

जानिए क्या है हमारे राष्ट्रगान जन गण मन…का मतलब..

aapnugujarat

ચૂંટણીપ્રચારમાં ધમકી, ગાળો અને અપશબ્દોનો વરસાદ

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1