Aapnu Gujarat
બ્લોગ

ચૂંટણીપ્રચારમાં ધમકી, ગાળો અને અપશબ્દોનો વરસાદ

લોકસભા ચૂંટણી ૨૦૧૯નો પ્રચાર ચરમસીમાએ છે તો નેતાઓનાં ભાષણો અને નિવેદનોમાં ધમકીઓ, અપશબ્દો અને અભદ્ર ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં ’ હરામજાદા’ જેવા અપશબ્દો અને ’ગધેડાની ૫૬ ઇંચની છાતી’ પર ટિપ્પણીઓ સાંભળવામાં આવી રહી છે.તાજેતરમાં ગુજરાતના ફતેહપુરાના ભાજપ ધારાસભ્ય રમેશ કટારાનો એક વીડિયો ચર્ચામાં છે. જેમાં તેઓ કહે છે, ઈવીએમમાં ભાભોર અને કમળનાં ચિહ્નવાળાં બટન દબાવશો. આ વખતે મોદીસાહેબે (મતદાનકેન્દ્રમાં) કૅમેરા મૂક્યા છે. ત્યાં બેઠા-બેઠા તેમને ખબર પડી જશે કે કોણે ભાજપને વોટ આપ્યો, કોણે કૉંગ્રેસને.સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ દાહોદની એક ચૂંટણીસભામાં તેઓ કહેતા દેખાય છે, જો તમારા મતદાનકેન્દ્રમાં મત ઓછા હશે તો તમને ઓછું કામ આપવામાં આવશે. મોદીસાહેબને ત્યાં બેઠાબેઠા ખબર પડશે કે તમે કશુંક ખોટું કર્યું છે.તેઓ ગામવાસીઓને કહી રહ્યા છે, તમારા ફોટો ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને રૅશનકાર્ડ પર પણ છે.કટારાએ કહ્યું કે કૉંગ્રેસ તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરી રહી છે. તેઓ લોકોને મતદાન વિશે જાણકારી આપી રહ્યા હતા.કયા બૂથમાં કેટલા મત કઈ પાર્ટીને મળ્યા છે એની સૂચિ આવે જ છે. અને સંવેદનશીલ મતદાનકેન્દ્રોમાં ઝઘડા થાય છે એટલે મેં એમ કહ્યું કે કૅમેરા મૂક્યા હોય તો આ વખતે નહીં થાય.હું લોકોને સમજાવી રહ્યો હતો કે વીવીપેટ મશીનમાં તેઓ જાણી શકે છે કે તેમનો મત સાચો ગયો કે ખોટો ગયો છે અને ખરાઈ કરી શકે છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે લોકોને કહ્યું હતું ઓછા મત આપવા પર કામ નહીં થાય, તો એ મુદ્દે રમેશ કટારાએ કહ્યું, આને ધમકી ન કહેવાય, અમુક મતદાનકેન્દ્રો પર કૅમેરા હોય છે.ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનું મુસ્લિમ મતદારો અંગેનું વિવાદિત નિવેદન અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની ભાજપ ઉમેદવાર જયા પ્રદા પરની અભદ્ર ટિપ્પણી મામલે ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.ત્યારે પ્રશ્ન એ છે કે લોકતાંત્રિક ચૂંટણીમાં નેતાઓ આ પ્રકારનાં નિવેદનો કેમ આપે છે?સામાજિક કાર્યકર મનીષી જાની કહે છે કે ૨૦૧૯ની ચૂંટણીમાં નવી વાત જોવા મળી છે કે નેતાઓ ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. જેમ મતદારો મજૂર હોય અને તેઓ માલિક હોય. લોકતંત્રમાં આ કયા સ્તરે ચૂંટણીપ્રચાર જઈ રહ્યો છે.સુરત કૉંગ્રેસ તરફથી કોર્ટમાં કરેલી અરજી પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ૪ એપ્રિલે એક જાહેરસભામાં કૉંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ’હરામજાદા’ કહ્યા હતા અને સુરતમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી.બીજી તરફ ભાજપે ફરિયાદ કરી હતી કે અર્જુન મોઢવાડિયાએ બનાસકાંઠાના ડીસામાં યોજાયેલી ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અશોભનીય, બિનસંસદીય નિવેદન ઉચ્ચારીને કહ્યું હતું કે ’૫૬ની છાતી તો ગધેડાની હોય.’પીટીઆઈ પ્રમાણે મોઢવાડિયાએ કહ્યું, એક સ્વસ્થ વ્યક્તિની છાતી ૩૬ ઇંચની હોય છે, બૉડી-બિલ્ડરની છાતી ૪૨ ઇંચની હોય, ગધેડાની છાતી ૫૬ ઇંચની હોય અને ૧૦૦ ઇંચની છાતી સાંઢની હોય છે.જાહેરજીવનમાં વર્તમાન સમયમાં ભાષાકીય વિવેક ઓળંગવો એ સામાન્ય થઈ ગયું છે. પહેલાં નેતાઓ આવાં નિવેદનો કરે કે ભાષાને લઈને કોઈ છૂટ લે તો આંખે વળગી આવતું. પરંતુ હવે મોટા નેતાઓ માટે પણ આ વાત સામાન્ય થઈ ગઈ છે.સામાજિક કાર્યકર મનીષી જાની કહે છે કે આ ભાજપ અને કૉંગ્રેસ બન્નેની નિષ્ફળતા છે, કારણ કે તેઓ સાચા મુદ્દાઓ પર વાત કરતા નથી. ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા છે, કચ્છ સિવાય અન્ય વિસ્તારોમાં દુષ્કાળ છે, પાણીની સ્થિતિ વિકટ છે પણ ચૂંટણીપ્રચારમાં આના પર વાત ક્યાં થઈ રહી છે.ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે હારના ડરથી કૉંગ્રેસ પાર્ટી માનસિક સંતુલન ખોઈ ચૂકી છે. આવા શબ્દો અયોગ્ય, આઘાતજનક અને નિરુપયોગી છે.તો કૉંગ્રેસ નેતા મનીષ દોશી કહે છે, હું પ્રામાણિક પ્રમાણે માનું છું કે જાહેરજીવનમાં રહેનાર વ્યક્તિએ પ્રચાર હોય કે અન્ય બાબત હોય ભાષાનો સંયમિતપણે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ એ વાત પણ સત્ય છે કે ભાજપના લોકો વારંવાર સંસ્કારની ઠેકેદારી કરે અથવા સંસ્કૃતિની વાતો કરે, પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માટે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરે છે.અર્જુન મોઢવાડિયાના નિવેદન અંગે ચોખવટ કરતા મનીષ દોશી કહે છે, ભાજપના નેતાઓ જે પ્રકારની ભાષાનો પ્રયોગ સતત કરે છે એની પ્રતિક્રિયા હોઈ શકે છે.ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રશાંત વાળાએ કહ્યું છે, કૉંગ્રેસ નેતાઓની ભાષા અશોભનીય, બિનસંસદીય છે. નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે અને તેમના માટે આ પ્રકારની ભાષા વાપરવી કૉંગ્રેસની માનસિકતા છે.આ પહેલાં મણિશંકર ઐયર, સોનિયા ગાંધી, દિગ્વિજય સિંહ આ પ્રકારના હલકી કક્ષાના શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યાં છે.વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારી કહે છે કે અસલ મુદ્દા ન હોય ત્યારે નેતાઓ આ પ્રકારની ભાષા વાપરે છે. નેતાઓ જાણે છે કે આ પ્રકારની ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ પરંતુ તેઓ જુએ છે કે મોટા નેતાઓ પણ આ રીતે ભાષાગરિમા ઓળંગી રહ્યા છે.નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ’મિયાં મુશર્રફ’વાળાં નિવેદનો આપ્યાં હતાં અને તેઓ વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા એટલે રાજકીય નેતાઓ સામે આ ઉદાહરણ છે. વિચારવાનું એ છે કે નેતાઓ વોટ માટે આવો પ્રચાર કરે છે, કારણ કે તેઓ સમજતા હશે કે આ પ્રકારની ભાષા લોકો ચલાવી લે છે. જો મતદારો કડક સંદેશ આપે કે આ સ્વીકાર્ય નથી તો નેતાઓને થોભવું પડે.મંગળવારે રાજ્યમાં ભારે પવન અને કમોસમી વરસાદી વિનાશ વેર્યો હતો. કુલ નવ લોકોએ જીવ ગુમાવ્યો. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની ’આંધી’ ચાલી રહી છે ત્યારે જ કુદરતી ’આંધી’ને કારણે બંને પક્ષો ચિંતામાં મૂકાયા હતા. જોકે, બુધવારે કમોસમી વરસાદનું જોખમ ટળી જતાં ફરીથી બંને પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. બુધવારે ભાજપ તરફથી પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચાર નવજોતસિંઘ સિદ્ધૂએ ખેડાના ઉમેદવાર માટે ચૂંટણી સભા ગજાવી હતી.વલસાડમાં સીએમ વિજય રૂપાણીએ ભાજપના ઉમેદાર કે.સી. પટેલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ધરમપુર ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા સીએમ રૂપાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યો હતો. મમતા બેનરજીની પાર્ટીની રેલીમાં બાંગ્લાદેશી કલાકારોની હાજરી પર સીએમ રૂપાણીએ ચાબખા મારતા કહ્યું કે, ઘુસણખોરોને દેશમાં ઘુસાડીને ’ઘરના છોકરા ઘંટી ચાટે’ કહેવાત જેવો ઘાટ ઘડાયો છે. રાજ્યના પૈસા ઘુસણખોરો માટે ખર્યાય છે. મત મેળવવા માટે મમતા આવું કરી રહ્યા છે. આસામમાં કોંગ્રેસ જે કરી રહી છે તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિદ્ધૂ પર આકરા પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ તેમને નવજાત સિદ્ધુ કહ્યા હતા. રૂપાણીએ કહ્યું કે, નવજાત સિદ્ધુ તો પાકિસ્તાનમાં જઈને નૌટંકીઓ કરી આવ્યા છે.. ઇમરાન ખાનની દોસ્તીના આધાર ઉપર પાકિસ્તાનની દલાલીઓ પણ કરે છે.
બનાસકાંઠાના વડાગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જાહેર સભાને સંબોધતા પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ જણાવ્યું કે, મોદી અને અમિત શાહ થાય એટલા ભડાકા કરી લે પણ પાટણ અને બનાસકાંઠા બેઠક હું નહીં જીતવા દઉં. નરેન્દ્ર ભાઈએ વ્યક્તિગત મારું કઇ બગાડ્યું નથી પણ એ દેશની લોકશાહી અને બંધારણને ખતમ કરવા માંગે છે. તમારી જોડે સરદાર પટેલના સ્ટેચ્યુ માટે ૩ હજાર કરોડ છે પણ ગટરમાં ઉતારતાં લોકો માટે પૈસા નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ અંગ્રેજોની ચાપલૂસી કરનારા સંઘ પરિવારના સીધી લીટીના વારસદાર છે. જો ફરીથી આ માણસ સતા ઉપર બેસશે તો આપણને બોલવા નહીં દે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં જ રહીને બધાનો બુચ મારીશ. ગુજરાતમાં જ પલાઠી વાળીને બેસવાનો છું. સૌનો સાથ અને સૌનો વિકાસ ખરો પણ દલિત અને મુસ્લિમ બાદ. હું નરેન્દ્ર મોદીને ઓળખી ગયો છું, તેઓ એકદમ ડરપોક માણસ છે.
કોંગ્રેસના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધુએ વટામણમાં ખેડા લોકસભાના ઉમેદવાર બિમલ શાહના સમર્થનમાં એક જનસભા સંબોધી હતી. તેમણે આ સભામાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અગાઉ સભા સંબોધવા માટે વડોદરાથી નીકળતાં પહેલાં ન્યૂઝ ૧૮ને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ’આજ નિકાલુંગા રાષ્ટ્રવાદ ઉનકા’ સભામાં સિદ્ધુએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશની કોઈ સરુક્ષા કરી નથી તો પછી તેઓ શેના ચોકીદાર બની ગયા. તેમણે કહ્યું કે ૨૦૧૪માં ભારતને વિશ્વગુરૂ બનાવવા નીકળ્યા હતા અને બની ગયા ચોકીદાર આ તો પ્રગતિ નહીં અધોગતી છે.પાટણ ખાતે યોજાયેલા ભાજપનાં મહિલા તેમજ યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. સ્મૃતિએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અમેઠીમાં રાહુલ ગાંધીએ ૧૫ વર્ષથી કોઈ કામ નથી કર્યાં. ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓ આવીને રાહુલ ગાંધીના ગુણગાન ગાય છે. આ એવો વ્યક્તિ છે જે પાંચ વર્ષમાં એક વખતે પોતાના મતક્ષેત્રમાં દર્શન આપે છે. મેં મારા ટિ્‌વટર પર એક ભાઈનો સંદેશ મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે મેં ૪૦ વર્ષ સુધી વડનગરની સેવા કરી છે, પરંતુ અમેઠીમાં આવ્યો ત્યારે મને ફક્ત ખાડા જ દેખાયા હતા. મારે અમેઠીમાં ગુજરાત જેવો વિકાસ જોવો છે.દાંતીવાડા ખાતે જાહેર સભા સંબોધતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ લોકોનો વિશ્વાસઘાત કર્યો છે.
ઉદ્યોગપતિઓ બેંકના નાણાં લઈને ફરાર થઈ ગયા છે. સરકારે ખાલી પેપર પર અછતની જાહેરાત કરી છે. પાંચ વર્ષમાં એક પણ યુવાનોને નોકરી આપી નથી. મોદીએ કાળું નાણું લાવી દરેકને ૧૫ લાખ આપવાનું વચન નથી પાળ્યું. સરકારનો એક પણ વિભાગ એવો નથી જ્યાં પૈસા વગર કામ થતું હોય. સત્તા પર આવ્યા તો પહેલા પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને આમંત્રણ આપીને બીરિયાની ખવડાવી હતી.

Related posts

प्रकृति का पहला नियम

aapnugujarat

ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક મંદી

aapnugujarat

કોલેજમાં સંઘર્ષ પછી શરૂ થયો સંવાદ ને મળી ગયો જીવનભરનો સંગાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1