Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટ સર્વિસ બંધ : ૨૨૦૦૦ કર્મીઓના ભાવિ અંધારામાં

નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે તેની તમામ સેવા અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. જેટની સર્વિસ બંધ કરવામાં આવ્યા બાદ તેના તમામ ૨૨૦૦૦ કર્મચારીઓના ભાવિ પર પ્રશ્ન લાગી ગયા છે. કર્મચારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. જેટની છેલ્લી ફ્લાઇટ અમૃતસર-મુૅબઇની વચ્ચે રહી હતી. કંપનીની પાસે રોકડ રકમ ખતમ થઇ જતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે બેંકો દ્વારા તેને વધારે લોન આપવાનો ઇન્કાર કર દેવામાં આવ્યા બાદ આખરે તેની સેવા બંધ કરી દેવામાં આવી છે. જેટ એરવેઝની સેવા છેલ્લા ૨૬ વર્ષથી ચાલી રહી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે જેટ એરવેઝ કોઇ સમય સૌથી મોટી એરલાઇન્સ તરીકે હતી. એક દિવસમાં ૬૫૦ ફ્લાઇટ પણ ઓપરેટ કરવામાં આવી હતી. જેટની ફ્લાઇટ રોકાઇ ગયા બાદ હવે કંપનીના ૧૬૦૦૦ સ્થાયી અને ૬૦૦૦ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓના ભાવિને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. છેલ્લા એક દશકમાં કિંગફિશર બાદ કામકાજ બંધ કરનાર જેટ એરવેઝ બીજી વિમાની કંપની બની ગઇ છે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સે વર્ષ ૨૦૧૨મૈં કામકાજ બંધ કરી દીધુ હતુ. હવે જેટની ફ્લાઇટ એ વખતે જ શરૂ કરી શકાશે જ્યારે કંપનીને કોઇ નવા ખરીદાર મળશે. તેને નવેસરથી શરૂ કરવામાં આવનાર છે. જેટે બુધવારથી તેની સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી. બીએસઇની ફાઇલિંગમાં કંપનીએ કહ્યુ હતુ કે બેંકો અને અન્ય કોઇ ઇમરજન્સી ફંડિંગની વ્યવસ્થા થઇ રહી નથી. અમારી પાસે કામકાજ જારી રાખવા માટે ફ્યુઅલ સહિતની ચુકવણી માટે પૈસા નથી. જેથી કંપનીને તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને બંધ કરવી પડી છે. જેટની ફ્લાઇટો ફરી ક્યારે ઉંડાણ ભરી શકશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ છે. જેટની છેલ્લી ફ્લાઇટ અમૃતસર-મુંબઈ કેટલાકરીતે પ્રતિકાત્મક રહી હતી. આ ઉંડાણ એજ મુંબઈમાં ખતમ થઇ હતી જ્યાંથી પાંચમી મે ૧૯૯૩ના દિવસે જેટે પોતાની શરૂઆત કરી હતી. પાંચમી મે ૧૯૯૩ના દિવસે મુંબઇ-અમદાવાદ માટે જેટની પ્રથમ ફ્લાઇટ શરૂ થઇ હતી. આ વિમાનનું નામ બોઇંગ ૭૩૭ હતું. ૨૦૦૭માં ૧૪૫૦ કરોડ રૂપિયાની મોંઘી ડિલની સાથે એર સહારાની ખરીદી કરનાર નરેશ ગોયેલે કંપનીને જેટ લાઇફ નામ આપ્યું હતું. આ ખુબ જ કિંમતી સોદાબાજી હતી જેના કારણે જેટની સ્થિતિ ક્યારે પણ સુધરી ન હતી. છેલ્લે ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. જો કે, હજુ પણ જેટ ફરી શરૂ થશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ છે. જેટની ઇમરજન્સી ફંડિંગને દેવાદારોએ ફગાવી દીધા બાદ એરલાઈને મંગળવારે તેની સેવા બંધ કરી દીધી હતી. ફરી રજૂઆત પણ કરી હતી. તમામ લોકો જાણે છે કે, ગયા નવેમ્બર સુધી જેટની પાસે બોઇંગ ૭૭૭ અને એરબસ એ-૩૩૦, સિંગલ બી ૭૩૭ અને ટર્બોપ્રુફ એટીઆરની સાથે કુલ ૧૨૪ વિમાનો હતા. કંપનીએ એક વખતે દિવસમાં ૬૦૦ ફ્લાઇટ પણ ઓપરેટ કરી હતી.

Related posts

ભાગવત બાદ યોગીએ પણ મંદિર નિર્માણની કરેલ વાત

aapnugujarat

અસ્થાના કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

રેલ-રોડ નહીં હવે વોટર વેનો જમાનો છે : નવી મુંબઈ વિમાની મથકનું ભૂમિપૂજન કર્યા બાદ સંબોધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1