Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલ-રોડ નહીં હવે વોટર વેનો જમાનો છે : નવી મુંબઈ વિમાની મથકનું ભૂમિપૂજન કર્યા બાદ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં અનેક યોજનાઓની ભેટ લઇને પહોંચ્યા હતા. નવી મુંબઈ વિમાની મથકનું ભૂમિપૂજન કર્યા બાદ મોદીએ જનસભાને સંબોધી હતી અને પોતાની યોજનાઓની વાત કરી હતી. આ ગાળા દરમિયાન તેઓએ વધુ સારા ભવિષ્ય માટે સપના પણ બતાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર એવિએશન સેક્ટર માટે કામ કરી રહી છે. આના પરિણામ જોવા મળશે. મુંબઈમાં મોદીએ કહ્યું હતું કે, રેલ-રોડ નહીં બલ્કે હવે વોટર વેનો જમાનો આવી ગયો છે. ૨૦૨૨ બાદના ભારતની કલ્પના લોકો કરી શકે છે. દરિયાઈ શક્તિ ઉપર વાત કરતા તેમણે કહ્યું હતું કે, શિવાજી મહારાજે દરિયાઈ શક્તિની ઓળખ કરી હતી જેથી દરિયા સાથે સંબંધિત મજબૂત કિલ્લા બનાવ્યા હતા. જો વિશ્વ વેપારમાં ભારતને સૌથી આગળ નિકળવું છે તો દરિયામાં શક્તિ વધારવી પડશે. બંદર સમજૂત રહે તે ખુબ જરૂરી છે. ખુબ જ ઝડપથી દોડી શકે તેવા વિમાન બનાવવા આજની જરૂરી છે. ઉડ્ડયન સેક્ટરમાં પ્રગતિની વાત કરતા તેમણે કહ્યું હતું કે, એક વર્ષમાં ૯૦૦ વિમાનોના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. નોર્થ ઇસ્ટમાં કનેક્ટીવીટીને વધારવા માટે અમે માત્ર ૨૫૦૦ રૂપિયા કિંમતમાં ટિકિટની ઓફર કરી રહ્યા છે. અમારા દેશમાંહાલ ૪૫૦ જેટલા વિમાન છે. સ્વતંત્રતા બાદ ૭૦ વર્ષમાં આટલા જ વિમાનો ઉડ્યા છે. આ એક વર્ષમાં ૯૦૦ વિમાનોનો ઓર્ડર આપવામાં આવી ચુક્યો છે. આ ક્ષેત્રમાં પ્રવાસને વધારવા અને રોજગારને વધારવાની શક્યતા રહેલી છે. ૨૦૨૨ની આસપાસનો સમય કેવો રહેશે તેની કલ્પના કરી શકાય છે. છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા પણ તૈયાર થશે.

Related posts

તેલંગાણા ભાજપ અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની રણનિતી ઘડી રહી છે

aapnugujarat

ખુશખબર! ૭થી ૮ રૂપિયા વધુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ, લોકસભા પહેલાં મળશે રાહત

aapnugujarat

અલ નિનો નહીં નડેઃ વરસાદ ચાલુ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1