Aapnu Gujarat
રમતગમત

કેપટાઉન ટેસ્ટમાં વરસાદ વિલન બનતા રંગમાં ભંગ

કેપટાઉન ખાતે શરૂ થયેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે વરસાદ વિલન બનતા રોમાંચક મેચની મજા બગડી હતી. આજે નિર્ધારિત સમય કરતા ખુબ વહેલીતકે મેચને બંધ કરી દેવામાં આવી હતી. આજે રમત બંધ કરવામાં આવી ત્યારે આફ્રિકાએ બે વિકેટે ૬૫ રન કર્યા હતા. આફ્રિકા ૧૪૨ રનની લીડ ધરાવે છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. આવતીકાલે ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. જેથી હવે પરિણામની શક્યતા ઓછી દેખાઈ રહી છે. ગઇકાલે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવમાં ૨૮૬ રન ઓલઆઉટના જવાબમાં ૨૦૯ રન કરીને ઓલઆઉટ થઇ હતી. એક વખતે ભારતે સાત વિકેટ ૯૨ રનમાં જ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર બાજી સંભાળી હતી. આ બંને વચ્ચે ૯૯ રનની ભાગીદારી થઇ હતી અને ભારતીય ટીમે મેચમાં ફરી વાપસી કરી હતી. ભારત તરફથી મુરલી વિજય માત્ર એક, શિખર ધવન ૧૬ અને કેપ્ટન વિરાટ કોહલી માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. વિરાટ કોહલી લગ્ન કર્યા બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીચ મેચમાં રમી રહ્યો છે. તે પહેલા ભુવનેશ્વરની શાનદાર બોલિંગના લીધે આફ્રિકાની ટીમ ૭૩.૧ ઓવરમાં જ ૨૮૬ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી ડિવિલિયર્સે ૬૫ અને પ્લેસિસે ૬૨ રન કર્યા હતા. ટોપ ઓર્ડરના બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા.અમલા ત્રણ રન કરીને આઉટ થયો હતો. જ્યારે બંને ઓપનિંગ બેટ્‌સમેનોમાં એલ્ગર શૂન્ય અને મારક્રમ પાંચ રન કરીને આઉટ થયો હતો. આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આંકડા દર્શાવે છે કે, દક્ષિણ આફ્રિકાની સામે ક્લીન સ્વીપ થયા બાદ પણ ભારત નંબર વનના સ્થાન પર જ રહેશે. ભારત તેના નંબર વનના તાજને ગુમાવશે નહી. જો દક્ષિણ આફ્રિકા ત્રણેય ટેસ્ટ જીતી લેશે તો તે ટોપ બે ટીમોમાં સામેલ થઇ જશે. ભારતીય ટીમ હાલમાં ૧૨૪ પોઇન્ટ ધરાવે છે.

Related posts

ઓસ્ટ્રેલિયન ઓપન : રશિયન ગ્લેમર ગર્લ શારાપોવા આઉટ

aapnugujarat

नूर सुल्तान में होगी भारत-पाक के बीच भिड़ंत

aapnugujarat

ફિટનેસ ટેસ્ટ પાસ કરી દેતા મોહમ્મદ શમી ઓસી. જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1