Aapnu Gujarat
રાષ્ટ્રીય

હું ખેડૂતોને ટેકો આપીશ, અન્યાય સામે હંમેશા મારો અવાજ ઉઠાવું છું : Varun Gandhi

વરુણ ગાંધીએ મુંડિલ્ય ગૌસુ સહિત ઘણા ગામોમાં ગ્રામજનોને પણ સંબોધ્યા હતા. વરુણ ગાંધી એ આ સમયગાળા દરમિયાન અણ્ણા હજારેના આંદોલનને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે દેશના ૫૪૩ લોકસભા સાંસદોમાંથી હું એક માત્ર વ્યક્તિ હતો. હું આંદોલનમાં ગયો અને તેમની સાથે બેઠો અને તેમને ટેકો આપ્યો. એ જ રીતે, હું ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીશ. અણ્ણા હજારેના આંદોલનમાં પણ મં પૂછ્યું નહોતું કે મારો પક્ષ તેમની સાથે છે કે નહીં, પણ મારું હૃદય તેમની સાથે છે. તમને જણાવી દઈએ કે અગાઉ વરુણ ગાંધીએ પણ ખેડૂતોના મુદ્દે ઝ્રસ્ યોગીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે શેરડીના ભાવમાં નોંધપાત્ર વધારો, ઘઉં અને ડાંગરની સરકારી ખરીદી પર બોનસ, પ્રધાનમંત્રી કિસાન યોજનાની રકમ બમણી અને ડીઝલ પર સબસિડીની માંગણી કરી હતી.ભાજપના સાંસદ વરુણ ગાંધી ત્રણ દિવસના પ્રવાસ પર તેમના સંસદીય ક્ષેત્ર પીલીભીત પહોંચ્યા. અહીં તેમણે બડેપુરા ગુરુદ્વારામાં શીખ ખેડૂતો સાથે માથું નમાવ્યું. આ દરમિયાન વરુણ ગાંધીએ કહ્યું કે તેઓ હંમેશા ખેડૂતોની સાથે ઉભા છે. તેમણે કહ્યું કે જ્યારે પણ મેં કોઈની સાથે અન્યાય થતો જાેયો છે, મેં હંમેશા મારો અવાજ ઉઠાવ્યો છે, મેં ક્યારેય જાેયું નથી કે તે મારા પર કેવી અસર કરશે.

Related posts

केन्द्रीय पर्यावरण मंत्री अनिल दवे का ६१ की उम्र में निधन

aapnugujarat

Centre constitutes 5 member Group of Ministers (GoM) to look in for J&K and Ladakh

aapnugujarat

कांग्रेस के सदस्यों और स्मृति ईरानी के बीच नोकझोंक!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1