Aapnu Gujarat
ગુજરાત

PM મોદીના જન્મદિને ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

ગુજરાત રાજ્યના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરા તાલુકાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં “મારા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી” વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 5 થી 8 ના 7100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ શાળાઓમાં કોવિડ – 19 ની ગાઈડલાઈન મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. સી.આર.સી.કો.ઓર્ડીનેટર તમામના માર્ગદર્શન હેઠળ ક્લસ્ટરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું ક્લસ્ટર કક્ષાએ એક સમિતિ દ્વારા તેની ચકાસણી કરી તેમના નિબંધની હાર્ડ કોપી પરિપત્રની સૂચના મુજબ બી.આર.સી.ભવન શહેરા ખાતે મોકલવામાં આવી હતી. જેનું પરીક્ષણ તા.18 મી સપ્ટેમ્બર 2021 ના રોજ બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાની અધ્યક્ષતા હેઠળ સમિતિ દ્વારા કરવામાં આવશે. તાલુકા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓની વિગતો જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે. પરિપત્રની સૂચના મુજબ પસંદગી પામેલ 71 વિદ્યાર્થીઓ અને શાળાઓને પ્રમાણપત્ર તેમજ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

Related posts

પાવાગઢમાં બે લાખથી પણ વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન

aapnugujarat

બિલ્ડર વોરાની હત્યા માટે ૭૦ લાખની સોપારી લીધી : સોહરાબ કેસના સાક્ષી આઝમ ખાનનો ખુલાસો

aapnugujarat

હાર્દિક સભામાં લોકો આવ્યા પણ વોટ તો ભાજપને આપ્યા : સુરતમાં કોંગ્રેસનાં સૂપડા સાફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1