Aapnu Gujarat
ગુજરાત

‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ અંતર્ગત કલેકટર તુષાર સુમેરાની વિવિધ ગામોની મુલાકાત

ઉમેશ ગોરાહવા, બોટાદ

કોવિડ-૧૯ ની ત્રીજી લહેરથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે સમગ્ર રાજયમાં ‘‘ગરીબોની બેલી સરકાર’’ અંતર્ગત કોરોના રસીકરણ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ કોરોના રસીકરણ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લામાં કોરોના રસીકરણ આયોજન અંતર્ગત કલેકટર તુષાર સુમેરાના સીધા જ માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ PHC ઉપર ક્લાસ – ૧ અને ૨ ના સિનિયર અધિકારી ઓને કામગીરી સોપાઈ હતી આજના દિવસે આરોગ્યની પણ વધારાની ટીમો ઉતારાઈ હતી જિલ્લાના કુલ ૫,૧૩,૨૩૪ રસીકરણની પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરના નાગરિકો પૈકી ૩,૫૪,૧૯૯ એ તા. ૧૬/૦૯/૨૦૨૧ ની સ્થિતિએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધેલ છે.
આ તમામ નાગરિકો સુધી જિલ્લા વહીવટી તંત્રે કમર કસેલ હતી. જિલ્લા ક્લકેટર કચેરી ખાતે કલેકટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ એક “જિલ્લા વેક્સિનેશન કંટ્રોલ રૂમ બનાવાયો છે જે જિલ્લામાં ચાલતી રસીકરણની કામગીરીનું સતત મોનીટરીંગ કરે છે.
આજના રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે જિલ્લના તમામ વિભાગના કલાસ ૧ અને ૨ ના તમામ અધિકારીશ્રીએ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને જિલ્લામાં સૌથી વધુ લોકો રસી લેવા કમર કસેલ હતી તમામ અધિકારી ઓએ ગામે ગામ જઈ લોકોને સમજાવી રસીકરણનો લાભ લેવા જણાવ્યું હતું.
કલેકટર એ વિવિધ ગામોમાં પોતાની હાજરી આપી ગામના લોકોને સમજૂત કરી વેકિસન લેવા જણાવ્યું હતું. જેમાં બરવાળા ખાતે આવેલ રાવળ શેરીમાં રહેલા લોકો અમુક ગેરમાન્યતા તેમજ અફવાઓથી વેકિસન લેવા મનાઈ કરતા હતા જેને જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા સમજૂત કરી વેકિસન અંગે તેઓના મનમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી વેકિસન લેવડાવી હતી. આજે ચાર વાગ્યા સુધીમાં ૨૦,૫૪૧ લોકોનું વેકિસેનેશન થયું જે અત્યાર સુધીના જિલ્લાના એક દિવસના સૌથી વધુ ૪૯૫૦ ના કરતા ૪ ગણા વધારે છે તથા જિલ્લાના ૭૯ ગામો ૧૦૦% રસીકરણ યુક્ત બન્યા છે.
બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જિલ્લામાં ઉભા કરવામાં આવેલ વિવિધ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી તેમણે જિલ્લાના લાઠીદડ, કારીયાણી, બરવાળા, રોહિશાળા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને મહત્તમ સંખ્યામાં આ રસીકરણ કાર્યમાં સહભાગી બની કોરોના રક્ષિત બને તે માટે આરોગ્યની ટીમ સહિત અધિકારીઓને તાકિદ કરી હતી.
કલેકટર એ ગ્રામ્ય વિસ્તારમાં પણ મુલાકાત લઇ આ રસી લેવાથી કોઇપણ પ્રકારની આડ અસર થતી નથી તેવી ખોટી માન્યતાઓથી દુર રહેવા પણ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વાકેફ કર્યા હતાં.

Related posts

एक साथ १८००० युवाओं को रोजगार देकर इतिहास बनेगा : प्रदिपसिंह जाडेजा

aapnugujarat

ઇવીએમ સાથે ચેડા કરી અને બેઇમાનીથી ભાજપ જીત્યું : હાર્દિક પટેલ

aapnugujarat

અંબાજી ખાતે આગામી તા.૮ થી ૧૦ એપ્રિલ સુધી ત્રણ દિવસ નો ગબ્બર પરિક્રમા મહોત્સવ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1