Aapnu Gujarat
ગુજરાત

અંબાજી ખાતે આગામી તા.૮ થી ૧૦ એપ્રિલ સુધી ત્રણ દિવસ નો ગબ્બર પરિક્રમા મહોત્સવ યોજાશે

બાજી ખાતે આગામી તા.૮ થી ૧૦ એપ્રિલ સુધી ત્રણ દિવસ નો ગબ્બર પરિક્રમા મહોત્સવ યોજાશે …..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓ,અધિકારીઓ ની હાજરી …..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી એપ્રિલ માસ ની તા.૮ ,૯,૧૦ સુધી ત્રણ દિવસ નો ગબ્બર એકાવન શકિતપીઠ નો પરિક્રમા મહોત્સવ યોજાનાર છે જેની અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે અંતિમ તબક્કા માં છે. ત્યારે તા.૨ એપ્રિલ થી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થનાર છે જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્ય માંથી માઈ ભક્તો મોટા પ્રમાણ માં દર્શન અર્થે અંબાજી આવતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રી ના સાતમા દિવસે તા.૮ થી ગબ્બર એકાવન શકિતપીઠ પરિક્રમા મહોત્સવ ની શરૂઆત થશે જે નવમી સુધી એટલે તા.૧૦ એપ્રિલ સુધી ચાલશે .જેમાં સમગ્ર ગુજરાત માંથી ભાદરવી પૂનમ સંઘ, આનંદ ગરબા મંડળ,અને માઈ ભક્તો સહિત ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય મંત્રીઓ ,નેતાઓ અને અધિકારીઓ હાજરી આપશે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર પરિક્રમા મહોત્સવ અંગે મોટા પાયે તૈયારીઓ કરાઈ છે તેમજ ભાદરવી પુનમ ના મેળા વખતે કરાતી તૈયારીઓ ની જેમ જ અલગ – અલગ વિભાગ ની કામગીરીઓ માટે ૧૪ જેટલી વ્યવસ્થા સમિતિઓ ની રચના પણ કરવામાં આવી છે કે જેથી મહોત્સવ દરમિયાન માઈ ભક્તો ને કોઈ અગવડતા ના પડે અને સરળતાપૂર્વક વ્યવસ્થા કામગીરી જળવાઈ રહે. શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર પરિક્રમા મહોત્સવ માં જોડાઈ પર્વતરાજ ગબ્બર અને ૫૧ શકિતપીઠ ની પરિક્રમા નો અનેરો લહાવો લેવા અપીલ કરવામાં આવી છે.

Related posts

૧૭૫ કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા ઝડપાયો

editor

ડોલર એક્ષ્ચેન્જ બહાને ૧.૬૩ લાખની છેતરપિંડી

aapnugujarat

પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા કેસમાં પત્નીએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1