Aapnu Gujarat
ગુજરાત

દેશના 100 શક્તિશાળી લોકોની યાદીમાં જાહેર કરવામાં આવી, સીઆર પાટીલનો તેમાં સમાવેશ, જાણો કેટલામો નંબર છે

દેશના 100 શક્તિશાળી લોકોની યાદીમાં જાહેર કરવામાં આવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ એટલે કે, આઈ.ઈ. દ્વારા ટોપ 100માં 2022 અંતર્ગત આ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખોની યાદીની અંદર આ સમાવેશ કરવામાં આવ્યો છે. આ 100ની યાદીમાં સીઆર પાટીલનો સમાવેશ કરતા 53માં નંબર પર સીઆર પાટીલ સામેલ છે. તેમના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમજ કોર્પોરેશન સહીતની ચૂંટણીઓમાં મોટી જીત બીજેપીને અપાવી છે.

ઈન્ડિયન એક્સપ્રેસે યાદી જાહેર કરી છે. જેમાં ટોપ 100માં ભાજપના પ્રદેશ પ્રમુખ પહેલીવાર આ સ્થાન પર આવ્યા છે. પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના બન્યા બાદ તેઓ વધુ પાવરફૂલ બન્યા છે. ટેકનોલોજીના પણ તેઓ જાણકાર છે. માઈક્રાે પ્લાનિંગ બીજેપીમાં રહી સારી રીતે કરી શકે છે. સૌથી સફળ સાંસદ પણ તેઓ નવસારીના ગણવામાં આવે છે, અલગ અને અનોખી છબી તેઓ ધરાવે છે. ગુજરાતમાં જ નહીં ભારતમાં બીજેપીમાં તેમની બોલબાલા છે. આ ઉપરાંત 2022ની ચૂટણીનો બધો જ મદાર તેમના પર ગુજરાતમાં રહેલો છે જે હેતુથી ઈન્ડિયન એક્સપ્રેસમાં આ યાદી તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટોપ-100ની લિસ્ટમાં કોણ કોણ સામેલ

1. નરેન્દ્ર મોદી
2. અમિત શાહ
3. મોહન ભાગવત
4.જેપી નડ્ડા
5. મુકેશ અંબાણી
6. યોગી આદિત્યનાથ
7. ગૌતમ અદાણી
8. અજીત દોવાલ
9. અરવિંદ કેજરીવાલ
10. નિર્મલા સીતારમણ
11. મમતા બેનરજી
12. એનવી રમન્ના
13. રાજનાથ સિંહ
14. બીએલ સંતોષ
15. એસ.જયશંકર

આ સિવાય 16. ઉદ્ધવ ઠાકરે, 17. શરદ પવાર, 18. ધર્મેન્દ્ર પ્રધાન, 19. ડીવાય ચંદ્રચુડ, 20. ભૂપેન્દ્ર યાદવ, 21. શક્તિકાંત દાસ, 22. એન.ચંદ્રસેકરન, 23. એમ.કે.સ્ટાલિન, 24. પીનરાઇ વિજયન, 25. મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ 53માં સ્થાન પર છે.

Related posts

સાબરમતી નદી પરના વધુ પાંચ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ

aapnugujarat

સિવિલ કિડની હોસ્પિટલનાં ભાગમાં ઝાડ પર લટકતી યુવકની લાશ મળી

aapnugujarat

૫૦૦૦ વર્ષ જૂની હડપીય સંસ્કૃતિનું બેનમૂન શહેર ધોળાવીરા વર્લ્ડ હેરીટેજમાં સામેલ થતા કચ્છમાં પ્રવાસનનો નવો સૂરજ ઉગશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1