Aapnu Gujarat
ગુજરાત

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત લાખોનો કરેલ ખર્ચ કોરોકટ

સન્ની વાઘેલા , ધ્રાંગધ્રા

રાજ્યમા આ વષેઁ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડુતોનો પાક પાણીની અછતના લીધે લગભગ નિષ્ફળ જવાની ભીતી સજાઁઇ છે ત્યારે ગત વષઁ 2017-18મા ધ્રાંગધ્રાના માનસરોવર તળાવ ખાતે રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ યોજના અંતઁગત તળાવ ઉંડુ કરવા માટે લાખ્ખો રૂપિયાનો ખચઁ કરવામાં આવ્યો છે. પરંતુ તળાવ ઉંડુ કયાઁના બે વષઁ પછી પણ માનસરોવર તળાવમાં પાણીની આવક થઇ નથી. સુજલામ-સુફલામ યોજના તળાવ ઉંડુ કરી પાણીનો સ્ત્રોત ઉભો કરવાનુ હતુ અને આ સંગ્રહ કરાયેલ પાણી આજુબાજુના ખેતરો તથા શહેરોના સ્થાનિક લોકોને પાણીની અછત ન પડે તેવા હેતુથી યોજના હાથ ધરાઇ હતી અને લાખ્ખોનો ખચઁ કરાયો હતો પરંતુ આજ પાણી સંગ્રહ કરવા માટે લાખ્ખો રૂપિયાનો ખચઁ કરાયેલ ગ્રાન્ટ પાણીમાં ગઇ તેવુ સ્પષ્ટ સાબિત થાય છે અને આ ખચઁ બાદ પણ સ્થાનિક ખેડુત અને પ્રજાને પાણી માટે તો હજુય સરકારને પોકાર જ કરવો પડે તેવી સ્થિતી યથાવત છે.

Related posts

દિયોદર બાર એસોસિએશન દ્વારા જસ્ટીસ પરેશ ઉપાધ્યાયને સન્માનિત કરાયા

aapnugujarat

ભાનુશાળી કેસ : બે શાર્પ શૂટર હવે ૧૨ દિનના રિમાન્ડ ઉપર

aapnugujarat

અમદાવાદમાં માર્ચથી મેટ્રો ટ્રેન દોડવાની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1