Aapnu Gujarat
રમતગમત

ટી ૨૦ વર્લ્ડ કપમાં રવિ શાસ્ત્રીનો સીધો મુકાબલો ૭ આફ્રિકન અને ૩ ઓસ્ટ્રેલિયન કોચ સામે થશે

સાઉથ આફ્રિકાના મિકી આર્થર પાસે કોચિંગનો બહોળો અનુભવ છે. ૨૦૦૩થી તે સતત કોચિંગ સાથે જાેડાયેલા છે. તે શ્રીલંકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ટીમ સાથે પણ કામ કરી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાને ઔ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જાેકે ૨૦૧૯ બાદ તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી રવિ શાસ્ત્રી પાસે બહોળો અનુભવ છે ? ૨૦૧૭થી ભારતીય ટીમ સાથે જાેડાતા પહેલાં રવિ શાસ્ત્રી ૨૦૧૫-૧૬માં નેશનલ ટીમ સાથે કામ કરી ચૂક્યો છે. ભારતે આઇસીસીની ત્રણ મેજર ટ્રોફી જીતી હતી પરંતુ તેમાં ગ્રેગ ચેપલ, ગેરી કર્સ્‌ટન તથા ડંકન ફ્લેચરના સ્વરૃપે વિદેશી કોચ હતા. ભારતીય ટીમ ૨૦૧૩ બાદ આઇસીસી ટ્રોફી જીતી શકી નહીં હોવાના કારણે રવિ શાસ્ત્રી પાસે કોચપદ છોડતા પહેલાં ઇતિહાસ બદલવાની તક છે.આઇસીસી ટી૨૦ વર્લ્‌ડ કપના મુકાબલા આગામી મહિને શરૃ થઈ રહ્યા છે. ક્રિકેટની મેજર ટૂર્નામેન્ટમાં ૧૬ ટીમો ભાગ લઈ રહી છે જેમાં સાત ટીમના કોચ સાઉથ આફ્રિકાને છે. ઓસ્ટ્રેલિયાના ત્રણ દિગ્ગજ પણ વિવિધ ટીમનું કોચિંગ સંભાળી રહ્યા છે. ભારતીય ટીમના કોચ તરીકેની ભૂમિકામાં રવિ શાસ્ત્રી છે. આ સ્થિતિમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે શાસ્ત્રીનો સીધો મુકાબલો સાત આફ્રિકન અને ત્રણ ઓસ્ટ્રેલિયન સામે થશે. પ્રત્યેક કોચ પોતાની ટીમને ટી૨૦ વર્લ્‌ડ કપમાં ચેમ્પિયન બનાવવા માટે પ્લાન-એ અને પ્લાન-બી તૈયાર કરશે. સાઉથ આફ્રિકાએ તેના ભૂતપૂર્વ વિકેટકીપર માર્ક બાઉચરને હેડ કોચ બનાવ્યો છે. આફ્રિકાના લાન્સ ક્લૂઝનરને અફઘાનિસ્તાને, રસેલ ડોમિંગોને બાંગ્લાદેશે, ગ્રેહામ ફોર્ડને આયરલેન્ડે, પિયર ડી બ્રૂએનને નામિબિયાએ, શેન બર્ગરને સ્કોટલેન્ડે તથા મિકી આર્થરને શ્રીલંકાએ કોચ તરીકેની જવાબદારી આપી છે. ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડનને પાકિસ્તાનના, જસ્ટિન લેંગરને ઓસ્ટ્રેલિયાના તથા રેયાન કેમ્પબેલને નેધરલેન્ડ્‌સના કોચ બનાવવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડે તેના જ દેશના ક્રિસ સિલ્વરવૂડને, ન્યૂઝીલેન્ડે ગેરી સ્ટિડને, ઓમાને શ્રીલંકાના દિલીપ મેન્ડિસને, પાપૂઆ ન્યૂ ગિનીએ ઇટાલીના કાર્લ સેન્ડ્રીને તથા વેસ્ટ ઇન્ડિઝે ફિલ સિમન્સને કોચ તરીકે નિમ્યા છે. મિસબાહ ઉલ હકે વિવાદના કારણે મુખ્ય કોચપદેથી રાજીનામું આપી દીધા બાદ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યૂ હેડનને પાકિસ્તાનનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. તેને પાસે કોચિંગનો અનુભવ નથી તે પાકિસ્તાનનું નકારાત્મક પાસું છે. હેડન બે વખત વર્લ્‌ડ કપ ચેમ્પિયન ટીમનો સભ્ય રહ્યો છે પરંતુ કોચિંગનો અનુભવ નહીં હોવાના કારણે ટી૨૦ વર્લ્‌ડ કપમાં તેનો માર્ગ આસાન રહેશે નહીં. વેસ્ટ ઇન્ડિઝે ફિલ સિમન્સના કોચિંગ હેઠળ ૨૦૧૬નો ટી૨૨૦ વર્લ્‌ડ કપ જીત્યો હતો. તેની પાસે ૧૭ વર્ષનો લાંબો કોચિંગનો અનુભવ છે. ટી૨૦ વર્લ્‌ડ કપની આ સાતમી ટૂર્નામેન્ટ છે અને અત્યાર સુધી પાંચ ટીમો જ વર્લ્‌ડ કપમાં ચેમ્પિયન બની ચૂકી છે. વિન્ડીઝે બે વખત ટ્રોફી જીતી છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ એક-એક વખત ટી૨૦ વર્લ્‌ડ કપ જીતી ચૂક્યા છે. ઇંગ્લેન્ડના કોચ સિલ્વર વૂડ ૨૦૧૦થી કોચિંગ સાથે જાેડાયેલા છે. તેમને ૨૦૧૮માં ઇંગ્લિશ ટીમના બોલિંગ કોચ તરીકે નીમવામાં આવ્યા હતા. તે ૨૦૧૯નો આઇસીસી વન-ડે વર્લ્‌ડ કપ જીતનાર ટીમના કોચ હતા. વર્લ્‌ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ તેમને ૨૦૧૯ના ઓક્ટોબરમાં ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. યુએઇની સપાટ પિચો ઉપર તેમની રણનીતિની આકરી કસોટી થશે.

Related posts

न्यूजीलैंड के खिलाफ बिना जीते भी फाइनल में पहुंच सकता है भारत !

aapnugujarat

Japan Open : Sai Praneeth enter semifinals, PV Sindhu out of competition

aapnugujarat

ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી : વીવીએસ લક્ષ્મણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1