Aapnu Gujarat
રમતગમત

ફાફ ડુ પ્લેસિસને ઈજા થતાં ચેન્નાઈ સુપર કિંગ્સની ચિંતા વધી

આઈપીએલ ૨૦૨૧ નો બીજાે તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ધોની ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની છે. તેણે ૧૯ સપ્ટેમ્બરે મુંબઈ ઇન્ડીયન્સનો સામનો કરવાનો છે. પરંતુ આ મેચ પહેલા ધોની માટે મોટી સમસ્યા ઉભી થાય તેમ લાગે છે. ધોનીની મુશ્કેલીનો દોર વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલી આઈપીએલ ૨૦૨૧ સાથે સંબંધિત છે. જ્યાં ફાફ ડુ પ્લેસિસ તેની ટીમ સેન્ટ લુસિયા માટે સેમિફાઇનલ જેવી મહત્વની મેચમાં રમતો જાેવા મળ્યો ન હતો. ટૂર્નામેન્ટ દરમ્યાન ગ્રોઇન ઇંજરીને કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે તે ૈંઁન્ ૨૦૨૧ ના બીજા તબક્કાની પ્રથમ મેચમાં પણ તેના રમવા પર સસ્પેન્સ ઉભું થયું છે. ફાફ ડુ પ્લેસિસને ઝ્રઁન્ ૨૦૨૧ ની ક્વાર્ટર ફાઇનલ મેચ પહેલા આ ઈજા થઈ હતી. તેની જાંઘના સ્નાયુઓમાં ખેંચાઇ ગયા હતા, જેના કારણે તેને તે મેચમાંથી પણ બહાર થવું પડ્યું હતું. હવે તેની ઈજાની ગંભીરતા નો અંદાજ સતત બીજી મેચમાંથી બહાર થવાને લઇને જાણી શકાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાફ ડુ પ્લેસિસની ઈજા કેટલી ખરાબ સમાચાર છે, તેનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. ૈંઁન્ ૨૦૨૧ ના પહેલા તબક્કા બાદ ડુ પ્લેસિસ ઝ્રજીદ્ભ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. તે પ્રથમ તબક્કા પછી ૈંઁન્ ૨૦૨૧ ના ૩ મોટા રનવીરોમાંનો એક હતો. તે શિખર ધવન અને રાહુલ શર્મા પછી સૌથી વધુ રન બનાવનાર ત્રીજા સ્થાને હતો. તેણે પહેલા તબક્કામાં ૭ મેચ રમી હતી, જેમાં ૩૨૦ રન બનાવ્યા હતા. તેણે ૯૫ રનની અણનમ ઇનિંગ પણ રમી હતી. વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલી સીપીએલમાં ડુ પ્લેસી ઈજાગ્રસ્ત થતા પહેલા શાનદાર ફોર્મમાં દેખાયો હતો. તેણે ત્યાં સદી પણ ફટકારી છે. આ સિવાય ૨ શાનદાર અડધી સદી પણ રમી છે. જાે ફાફ ડુ પ્લેસી મુંબઈ ઈન્ડીયન્સ સામેની પ્રથમ મેચમાં ઝ્રજીદ્ભ નો ભાગ ન હોય તો ધોનીની મૂંઝવણ વધી શકે છે. ઓપનિંગમાં પોતાનો વિકલ્પ શોધવો ધોની માટે મોટો પ્રશ્ન હશે. જાે ફાફ ડુ પ્લેસી ના રમે તો ઝ્રજીદ્ભ માં ઋતુરાજ ગાયકવાડનો ઓપનિંગ પાર્ટનર કોણ હશે? આ મોટા પ્રશ્નનો જવાબ તેના બે ખેલાડીઓમાં છે. એક રોબિન ઉથપ્પા અને બીજાે અંબાતી રાયડુ. હવે જાેવાનું એ રહે છે કે જ્યારે પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ધોની ઋતુરાજને સાથ આપવા માટે કોને અજમાવે છે.

Related posts

હું આજે જે કંઇ પણ બની શક્યો છું એમાં કોહલીનું મોટું યોગદાન : સિરાજ

editor

વિરાટ કોહલી પર મેચ ફીની ૨૫ ટકા રકમનો દંડ કરાયો

aapnugujarat

ऑस्ट्रेलियाई टीम पहली पारी में 195 पर ऑलआऊट

editor

Leave a Comment

UA-96247877-1