Aapnu Gujarat
રમતગમત

ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી : વીવીએસ લક્ષ્મણ

ઓલરાઉન્ડર વિજય શંકરે સોમવારે ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કહ્યું કે, તેનું સપનું સાચું થયું અને તે આઈપીએલ ટીમના સાથે ભુવનેશ્વર કુમારની સાથે આ મહાસંગ્રામનો દબાવ સહન કરવાની કલા શીખી રહ્યો છે.
શંકરે આઈપીએલના પોતાના સાથી ભુવનેશ્વરનો ઉલ્લેખ કરતા કહ્યું, હું ભારતીય વિશ્વ કપ ટીમનો ભાગ બનીને ખુબ ખુશ છું. આ સપનું સાકાર થવા સમાન છે. અહીં સનરાઇઝર્સ હૈદરાબાદમાં પણ કેટલાક સભ્ય વિશ્વ કપ વિજેતા ટીમના છે અને મેં તેની સાથે તે સમજવા માટે વાચ કરી કે વિશ્વકપની ટીમમાં રમવું કેવું લાગે છે અને પછી તેને જીતવાથી કેવો અનુભવ થાય છે. મેં તેની પાસેથી ઘણું શીખ્યું કે આ પ્રકારના મહાસમરમાં દવાબને પહોંચી વળવાની શું રીત છે.
તેણે કહ્યું, ’હું પણ વિશ્વકપ માટે પસંદ થવાથી ખુશ છું, ઈંગ્લેન્ડની સ્થિતિ મારી મજબૂતીને અનુરૂપ હશે અને હું તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીશ. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમવાથી મને વિશ્વ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા યોગ્ય મેચ પ્રેક્ટિસ મળી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના મેન્ટોર અને પૂર્વ ભારતીય બેટ્‌સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી છે. તેમણે કહ્યું, ભારતીય ટીમ ઘણી સંતુલિત છે અને ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદારોમાંથી એક છે. મેં ભુવી અને વિજયને નેટ પર રમતા જોયા છે. તે સારા ફોર્મમાં છે અને વિશ્વ કપ જેવા મંચ પર શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. મને આશા છે કે તે ટીમની સફળતામાં ઘણું મોટું યોગદાન આપશે.

Related posts

Bumrah to be key for India in semi-final against New Zealand : Krish Srikkanth

aapnugujarat

इंग्लैंड के खिलाफ टेस्ट सीरीज के लिए पाक टीम का ऐलान

editor

Australia defeated Pakistan

aapnugujarat

Leave a Comment

UA-96247877-1