Aapnu Gujarat
રમતગમત

પંતને ટીમમાં સ્થાન ન મળતા થોડો હેરાન છું : ગાવસ્કર

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સોમવારે કહ્યું કે, તે યુવા વિકેટકીપર રિષભ પંત ભારતની વિશ્વકપની ટીમમાંથી બહાર થવાથી હેરાન છે. તેમનું માનવું છે કે રિષભ પંત ઘણો ’શાનદાર’ બટિંગ ફોર્મમાં છે અને તેણે વિકેટકીપિંગ કૌશલ્યમાં ઘણો સુધારો કર્યો છે.
૩૩ વર્ષના દિનેશ કાર્તિકે ભારતની વિશ્વ કપ માટે પસંદ કરાયેલી ૧૫ સભ્યોની ટીમમાં બીજા વિકેટકીપરના સ્થાન પર પંતને પછાડી દીધો છે. વિશ્વ કપ ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. ગાવસ્કરે કહ્યું કે, આ પગલું ચોંકાવનારૂ છે, પરંતુ તેમણે સારા વિકેટકીપર તરીકે કાર્તિકનું સમર્થન કર્યું છે.
ગાવસ્કરે કહ્યું, પંતનું ફોર્મ જોતા આ થોડો ચોંકાવનારો નિર્ણય છે. તે માત્ર આઈપીએલમાં જ નહીં પરંતુ આ પહેલા પણ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે વિકેટકીપિંગમાં પણ સુધાર કરી રહ્યો છે. તે ટોપ-૬માં ડાબા હાથનો બેટિંગ વિકલ્પ આપત જે બોલરો વિરુદ્ધ સારૂ હોત.
તેણે કહ્યું, બોલરોએ ડાબા હાથના બોલરો માટે પોતાની લાઇન અને લેન્થમાં ફેરફાર કરવો પડે અને કેપ્ટનને મેદાનમાં ઘણી વ્યવસ્થા કરવાની હોય છે.

Related posts

Pakistan defeated South Africa by 49 runs in World Cup

aapnugujarat

ધોની પર સ્લો ઓવર રેટને લીધે લાગ્યો ૧૨ લાખનો દંડ

editor

યુએસ ઓપન : ફેડરર અને નડાલની આગેકુચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1