Aapnu Gujarat
રમતગમત

યુએસ ઓપન : ફેડરર અને નડાલની આગેકુચ

વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમમાં ટોપના ખેલાડી સ્પેનના રાફેલ નડાલ અને સ્વીસ સ્ટાર રોજર ફેડરરે પોત પોતાની મેચ જીતી બીજા રાઉન્ડમાં કુચ કરી લીધી છે. સ્પેનના રાફેલ નડાલે પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે રમતા સર્બિયાના લાજોવિક પર સીધા સેટોમાં ૭-૬, ૬-૨, ૬-૨થી જીત મેળવી હતી. જ્યારે ત્રીજા ક્રમાંકિત ખેલાડી રોજર ફેડરરે ભારે જહેમત બાદ પ્રથમ રાઉન્ડની મેચમાં ફ્રાન્સીસ પર પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ ૪-૬, ૬-૨, ૬-૧ અને ૧-૬, ૬-૪થી જીત મેળવી હતી. અમેરિકાના ફ્રાન્સીસે જોરદાર લડત આપી હતી. માયરે પણ જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી ચેક ગણરાજ્યની કેરોલિના પ્લીસકોવાએ પોલેન્ડની મગદા પર ૬-૨, ૬-૧થી સીધા સેટોમાં જીત મેળવી હતી. શરૂઆતના દિવસોમાં જ વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ કરી ચુકેલી રશિયાની ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાએ મોટો અપસેટ સર્જીને બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હેલેપ ઉપર જીત મેળવી હતી. સિમોના ઉપર શારાપોવાએ ૬-૪, ૪-૬ અને ૬-૩થી જીત મેળવી હતી. ૧૯ મહિના બાદ પ્રથમ વખત રમી રહેલી મારિયા શારાપોવાએ ગ્રાન્ડસ્લેમ મેચમાં શાનદાર વાપસી કરી હતી. આર્થર એસ સ્ટેડિયમ ખાતે મારિયા શારાપોવાએ જોરદાર રમત રમી હતી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના વિલિયમ્સ સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા બાદ શારાપોવાની આ પ્રથમ મેચ હતી. તે વખતે શારાપોવા પ્રતિબંધિત દવા માટે ટેસ્ટ પોઝિટીવ આવી જતાં તેના ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ૧૫ મહિના માટે તેના ઉપર ડોપિંગ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. મહિલાઓના વર્ગમાં ટોપની ખેલાડી પ્લિસકોવા પાસેથી શાનદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કાર્બર પ્રથમ વર્તમાન ચેમ્પિયન છે જે યુએસ ઓપનમાં પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ છે. તે પહેલા વર્ષ ૨૦૦૫માં સ્વેતલાના કુઝનેત્સોવા પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી. આ વખતે કાર્બરનો ખરાબ સમય ચાલી રહ્યો છે.
કાર્બર એવી બીજી વર્તમાન યુએસ ઓપન ચેમ્પિયન બની છે જે પ્રોફેશનલ એરામાં પ્રથમ રાઉન્ડમાં જ હાલના ટુર્નામેન્ટમાં હારી ગઈ છે. બીજી બાજુ કેટલાક મોટા અપસેટો સર્જવાનો સિલસિલો સહેજમાં રોકાઈ ગયો હતો. કારણ કે, અમેરિકાનો ટીઆફોઇએ રોજર ફેડરર સામે ધમાકેદાર રમત રમી હતી અને બે સેટ જીતી લીધા હતા. પરંતુ ફેડરરે અનુભવનો ઉપયોગ કરીને અંતે આ મેચ જીતી હતી.

Related posts

पाकिस्तान में डेविस कप खेलने को तैयार हूं : रोहन बोपन्ना

aapnugujarat

એશિયા કપ : આજે ભારતીય ટીમની પસંદગી

aapnugujarat

બેંગ્લોર ટીમ ઉપર રાજસ્થાન રોયલ્સની ૧૯ રને જીત થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1