Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડેરા દ્વારા આત્મઘાતી ટુકડી પણ તૈયાર કરાઇ રહી હતી

બળાત્કારના મામલામાં દોષિત જાહેર થયેલા અને હાલમાં જેલની હવા ખાઇ રહેલા ડેરા સચ્ચા સૌદાના લીડર બાબા રામ રહીમના સંબંધમાં ચોંકાવનારી વિગત હવે સપાટી પર આવી છે. ડેરા સચ્ચા સૌદાને લઇને હવે એવી વિગત સપાટી પર આવી છે કે તેના દ્વારા આત્મઘાતી ટુકડી તૈયાર કરવામાં આવી રહી હતી. ડેરા પ્રમુખ પર ચાલી રહેલા કેસોને લઇને તપાસ સંસ્થાઓ પર દબાણ લાવવાના હેતુથી આ કામ ચાલી રહ્યુ હતુ. પોલીસે ડેરાથી જે દસ્તાવેજો કબજે કર્યા છે તેના દ્વારા આ ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. ડેરાના સમર્થકો પૈકી એક ઇન્દુ ઇન્સાને ૨૦મી ઓક્ટોબર ૨૦૦૫ના દિવસે ડેરાને આપેલી એક એફિડેવિટમાં લખ્યુ હતુ કે તે તેની લાઇફને માનવતાને સમર્પિત કરી દીધી છે. જો તે કોઇ દુર્ઘટના અથવા તો અન્ય કોઇ કારણસર મરીશ તો આના માટે તે પોતે જવાબદાર રહેશે. કોઇ અન્યને તેના મોત માટે જવાબદાર ઠેરવી શકાશે નહી. તેના પરિવારના સભ્યો અને અન્યો કોઇ પણ ડેરાને જવાબદાર ઠેરવી શકશે નહી. સિરસામાં રહેનાર ન્દિુ એવા સમર્થકોમાંથી હતા જેના દ્વારા સીબીઆઇ મારફતે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ પર અપરાધિક કેસ દાખલ કરવામાં આવ્યા બાદ આ પ્રકારના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. પોલીસ અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે ડેરાના સમર્થકો દ્વારા આવા સેંકડો દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. ૨૫મી ઓગષ્ટના દિવસે કોર્ટ દ્વારા બાબાને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ આ પ્રકારના દસ્તાવેજો જાહેર થવાની શરૂઆત થઇ હતી. ગુપ્તચર વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે તેમની પાસે એવી માહિતી હતી કે આ ટુકડીને ફરી સક્રિય કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૦૫માં કેટલાક ડેરા સમર્થકોએ આત્મબલિદાન આપવાના પ્રયાસ કર્યા હતા. સીબીઆઇ દ્વારા સજા ફટકારી દેવામાં આવ્યાના બે દિવસ બાદ ૨૭મી ઓગષ્ટના દિવસે પોલીસે અંબાલામાંથી બે લોકોને ૩૮ લાખની રકમ સાથે ધરપકડ કરી હતી. સાધ્વી પર રેપના કેસમાં દોષિત જાહેર કરવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા વિવાદાસ્પદ બાબા ગુરમીત રામ રહીમને સીબીઆઇની ખાસ અદાલતે સોમવારે ધારણા પ્રમાણે જ કઠોર સજા કરી હતી. રામ રહીમને બે જુદા જુદા મામલામાં ૧૦-૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સજા અલગ અલગ ભોગવવાની રહેશે. જજે રામ રહીમને ૧૦-૧૦ વર્ષની જેલની સજાની સાથે સાથે બંને પીડિતોને ૧૪ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. સીબીઆઇ કોર્ટે બાબા રામ રહીમને કલમ ૩૭૬, ૫૧૧ અને ૫૦૬ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ૧૦-૧૦ વર્ષની સજા કરવામાં આવી હતી. ૨૫મી ઓગષ્ટના દિવસે બાબાને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. પંચકુલા ખાસ કોર્ટમાં ચુકાદો આવતા પહેલા જ કોર્ટ રુમની બહાર જોરદાર ડ્રામાબાજી સર્જાઈ હતી. અનેક પ્રકારના વળાંકો આવ્યા હતા. કોર્ટ સંકુલથી એક કિલોમીટરની હદની બહાર બાબાના હજારો સમર્થકો એકત્રિત થઇ ગયા હતા. ચુકાદો આવતા પહેલા જ પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં વિજળી કાપી નાંખવામાં આવી હતી. કોર્ટ સંકુલના એક કિલોમીટરના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું હતું. ચુકાદો આવ્યા બાદ અફડાતફડી જોવા મળી હતી. હિંસાની શરૂઆત થઇ હતી. એકલા પંચકુલામાં વ્યાપક હિંસામાં ૨૭ લોકોના મોત થયા હતા. ચુકાદો આપવાની શરૂઆત થઇ ત્યારે પોલીસ અધિકારીઓને પણ બહાર મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટ રુમમાં તમામ ફોન બંધ કરી દેવામાં આવ્યા હતા. કલમ ૧૪૪ લાગૂ કરાઈ હોવા છતાં પંચકુલામાં લાખો લોકો એકત્રિત થઇ ગયા હતા. આની સાથે જ ૨૫મી ઓગષ્ટના દિવસે વ્યાપક હિંસા થઇ હતી.

Related posts

બાળકો સંક્રમિત થશે તો શું કરશો?, શું છે ઇમરજન્સી પ્લાન : સુપ્રિમ

editor

પોસ્ટરો વોર અંગે કુમાર વિશ્વાસે કહ્યું યજ્ઞ છે તો રાક્ષસો આવશે જ

aapnugujarat

प्रधानमंत्री झूठ के सहारे चुनाव जीत रहे हैं और देश को बांट रहे हैं: राहुल गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1