આમ આદમી પાર્ટીમાં વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. દિલ્હીનાં આઇટીઓ ખાતેની આમ આદમી પાર્ટી ઓફીસની બહાર કુમાર વિશ્વા વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં તેને ગદ્દાર અને ભાજપનાં એજન્ટ ગણઆવી પાર્ટીમાંથી કાઢવા માટેની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મુદ્દે કુમારે કહ્યું કે જ્યારે પણ કોઇ સારો યજ્ઞ થાય છે તો ખર, દૂષણ અને તાડકા જરૂર આવે છે. અમને જે હાર મળી તેનું કારણ કાર્યકર્તાઓ જાણે છે.
૫ લોકોની રાજમહલીય અને બંગલાવાળી રાજનીતિ અને ષડયંત્ર માટે પણ અમે નથી બન્યા. અમે તે જ લોકો છીએ જે જંતર મંતરમાં બન્યા હતા.
કુમાર વિશ્વાસ વિરુદ્ધ લગાવાયેલ પોસ્ટરમાં લખામાં આવ્યું કે, ભાજપનો યાર છે, કવિ નહી ગદ્દાર છે. આવા કાવત્રાખોરને બહાર કાઢો, બહાર કાઢો.
આ સાથે જ પોસ્ટરમં કુમાર વિશ્વાસનું કાળુ સત્ય જણાવવા માટે પાર્ટી નેતા દિલીપ પાંડેયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે આ પોસ્ટર કોણે બહાર પાડ્યા અને કોણે લગાવ્યા તેની કોઇ માહિતી અપાઇ નથી.
ઉલ્લેખનીય છે કે હાલનાં દિવસોમાં કુમાર વિશ્વાસ અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે વિવાદનાં સમાચારો સામાન્ય રહ્યા છે. ગત્ત બુધવારે આમ આદમી પાર્ટીનાં નેતા દિલીપ પાંડેયે ટિ્વટ કરીને કુમાર વિશ્વાસને સવાલ પુછ્યો હતો કે તે વસુંધરાની ભાજપ સરકાર પર સવાલો કેમ નથી ઉઠાવી રહ્યા.