Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોટબંધીને લઇ મોદીએ માફી માંગવી જોઇએ : આનંદ શર્મા

નોટબંધી પર આરબીઆઈના આંકડા જારી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે હવે કેન્દ્ર સરકાર ઉપર આક્રમક પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી છે. રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, બંધ કરવામાં આવેલા ૧૦૦૦ના ૯૯ ટકા નોટ પરત આવી ગયા છે. આના પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, સરકાર જે રીતે કાળા નાણાને ખતમ કરવાનો દાવો કરી રહી છેતે દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ આજે કહ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે પોતાના નિવેદનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ૩ લાખ કરોડના કાળા નાણા હાથ લાગ્યા છે. આનંદ શર્માના કહેવા મુજબ વડાપ્રધાને ખોટુ નિવેદન કર્યું હતું. વડાપ્રધાને હવે પોતાની ભુલ સ્વીકારવી જોઇએ. વાસ્તવિકતા સ્વીકારવી જોઇએ. શર્માએ કહ્યું હતું કે, જો કાળા નાણા આવ્યા છે તો ૪-૫ લાખ કરોડ રૂપિયા ક્યા ગયા છે. દરેક પગલા ઉપર સરકારે ખોટુ નિવેદન કર્યું છે. ગ્રામીણ બેંકોમાંથી પૈસા લેવામાં આવ્યા ન હતા. ખેડૂતોની સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને વચન ભંગ કર્યા હતા અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. નક્કી કરવામાં આવેલી સમય મર્યાદામાં પણ લોકોને તેમના પૈસા મળ્યા ન હતા. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, દેશમાં ૯૬ ટકા લેવડદેવડ રોકડમાં થાય છે. જ્યાં સુધી બનાવટી નોટની વાત છે. સરકારે દાવો કર્યો હતો કે, ૧૫ લાખ ૨૮ હજાર પરત આવી ગયા છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, માત્ર ૪૧ કરોડ બોગસ નોટ છે. આના માટે ભારતમાં આર્થિક અરાજકતા લાવવામાં આવી હતી. ભારતના જીડીપીને ભારે નુકસાન થયું છે. ૧.૫ ટકા જીડીપી તુટી ગયો છે. વડાપ્રધાનનો આ અંગત નિર્ણય હતો. તેમને આશા હતી કે, મોટા પૈસા પરત આવશે નહીં જેથી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ટેરર ફંડિંગનું ઓછામાં ઓછું ૪-૫ લાખ કરોડ રૂપિયા છે જે પરત આવશે નહીં. આજે સરકાર આ મુદ્દે શું કહે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વાર્ષિક રિપોર્ટ ૨૦૧૬-૧૭માં કહ્યું છે કે, નોટબંધી દરમિયાન પ્રતિબંધ મુકવામાં આવેલા ૧૦૦૦ રૂપિયાની જુની નોટ પૈકી આશરે ૯૯ ટકા બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. ૧૦૦૦ રૂપિયાના ૮-૯ કરોડ નોટ (૧.૩ ટકા) નથી. છેલ્લા વર્ષે નવેમ્બરમાં લાગૂ કરવામાં આવેલી નોટબંધીના ગાળા દરમિયાન દેશમાં ચલણમાં રહેલા ૧૫.૪૪ લાખ કરોડ રૂપિયા પૈકી પ્રતિબંધિત નોટ પૈકી ૧૫.૨૮ લાખ કરોડ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગયા છે. બીજી બાજુ નાણામંત્રી અરુણ જેટલી નોટબંધીના ફાયદા રજૂ કરીને કહી ચુક્યા છે કે, નોટબંધીનો ઉદ્દેશ્ય માત્ર કાળા નાણાને ખતમ કરવાનો ન હતો બલ્કે આનાથી પણ સુધાર કરવાનો હતો. નોટબંધી મારફતે ડીજીટલ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવાનો હેતુ હતો.

Related posts

બદ્રીનાથમાં પણ મોદી દ્વારા પૂજા અર્ચના

aapnugujarat

Indian Army foiled major infiltration bid along LoC in Jammu’s Akhnoor, 3 terrorists killed

editor

નીતિ આયોગની બેઠકમાં ખાસ રાજ્યનો દરજ્જો આપવા નીતિશ તેમજ ચંદ્રબાબુની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1